સોરિયાસીસ અને હોમિયોપથી
સોરિયાસીસ:
- સોરિયાસીસ બહુ હઠીલો રોગ કહેવાય છે. જો તેની વ્યવસ્થિત રીતે સારવાર ના થાય તો દર્દી કાયમી ધોરણે તેના થી પીડાતો રહે છે.
- પણ જો હોમીઓપથી ના માધ્યમ થી સારવાર કરવામાં આવે તો ખુબ જ સંપૂર્ણ અને અકસીર ઈલાજ દર્દી ને મળી શકે.
- સોરીઆસીસ નો ઈલાજ કરવા માં અવશ્ય લાંબો સમય લાગે છે કારણ કે તે ઓટો ઇમ્યુન ડીસીસ છે જેથી દર્દી ને સાજો થવામાં પણ પૂરતો સમય લાગે જ છે.
- શરીર ની ઇમ્યુનીટી જ જયારે રોગ નું કારણ બને ત્યારે આ રોગ ઉદ્ભવે છે એવું માનવામાં આવે છે સાથે કેટલાક જિનેટિક ફેક્ટર્સ પણ તેમાં ભાગ ભજવે છે.
- જેને ચામડી નો અસ્થમા પણ કહેવાય છે.
- જેમાં ચામડી ના ઉપર ફોતરી જામી જાય છે અને આ ફોતરી અત્યંત વેગ થી વધતી જાય છે અને ચામડી ને નુકસાન પહોંચે છે. આ ક્રિયા ચાલુ જ રહે છે અને ત્વચા પાર સફેદ કિનારી વાળા લાલ ડાઘ જોવા મળે છે. અતિશય ખંજવાળ ના લીધે ત્વચા ને ઇજા પહોંચે છે.
સોરિયાસીસ ના પાંચ પ્રકારો છે.
- ગટેટ, ઈન્વર્સ, પશ્ચયુલર, ઇરિથ્રોડર્મિક, પ્લાક
- ગટેટ :
જે લાલ રંગ નાના નાના ટીપા હોય એવો દેખાવ ધરાવે છે. અને મોટા ભાગે બેક્ટેરિયલ ઇન્ફેકશન ના લીધે થતું જોવા મળે છે.
જે બરડા ના ભાગે, ધડ ના ભાગે જોવા મળે છે.
- પસ્ટ્યુલાર :
જેમાં સફેદ રંગ ની, પ્રવાહી ભરેલી ઉપસેલી સપાટી જોવા મળે છે.
આ પ્રકાર અસામાન્ય ગણવામાં આવે છે.
જે હાથ અને પગ માં મહદંશે જોવા મળે છે.
- પ્લાક :
જે મોટા ભાગે જોવા મળતો પ્રકાર માનવામાં આવે છે.
જેમાં લાલ રાગ ના ડાઘ, સફેદ રંગ ની ફોતરી સાથે બહુજ સ્પષ્ટતા થી જોઈ શકાય છે.
જે ઘૂંટણ, માથા ના ભાગે, કમર ના પાછળ જોવા મળે છે.
- ઈન્વર્સ :
સપાટ,અને સોજી ગયેલા લાલ રંગ ના ડાઘ જોવા મળે છે.
જે બે સાથળ ના વચ્ચે ના ભાગ, બગલ ના ભાગે, બે નિતંબ ના વચ્ચેના ભાગે જોવા મળે છે.
ઇરિથ્રોડરમિક:
જેમાં મોટા ભાગે આખા શરીર ના દરેક ભાગો પર થી ફોતરી અને પોપડી નીકળે છે અને અતિશય ખંજવાળ, ત્વચા નું અતિશય કોરું પડી જવું, સોજી જવું, અને દુ:ખાવો થવો, જેવા લક્ષણો જોવા મળે છે.
જે બહુ તીવ્ર પ્રકાર ગણવામાં આવે છે.
હોમીઓપથી:
- હોમીઓપથી ચિકિત્સા પદ્ધતિ થી આ અત્યંત પીડાદાયક રોગ માં ખુબ જ ઉત્તમ રીતે સારવાર થઇ શકે છે અને દર્દી ને સંપૂર્ણપણે રાહત મળે છે.
- જયારે બીજી ચિકિત્સા પદ્ધતિ માં ફકત સ્ટેરોઇડ્સ અને પેઈન કિલર નો બહોળા પ્રમાણ માં થતો ઉપયોગ રોગને ફકત બહાર થી જ મટાડે છે અને રોગ ના મૂળ સુધી આ સારવાર પહોંચતી નથી જેથી એ હિતાવહ નથી.
- હોમીઓપથી માં દર્દી ને સમજી, દર્દી ની તકલીફ ને સમજી, તકલીફો વિશે રહેલું સઘળું સમજી, દર્દી ની તાસીર ને ધ્યાન માં રાખી ને ઉત્તમ દવાઓ ચોક્કસાઈ પૂર્વક આપવા માં આવે છે જેથી દર્દી માટે અકસીર અને શ્રેષ્ઠ ગણાય છે.
ડોક્ટર માંકડ’સ ચોક્કસપણે માને છે કે……
- દવાઓ લાંબા સમય સુધી રાખવી ખુબ જરૂરી છે કારણ કે આ રોગ બહુ હઠીલો અને માવજત અને દવાઓ માં ખુબ જ નિયમિતતા માંગી લે એવો છે.
- નિયમિતતા ચોકક્સપણે સરસ પરિણામો આપે છે. દર્દી એ અવશ્ય મોડું કર્યા વગર આ રોગ ની યોગ્ય દવાઓ માટે નિષણાત હોમિઓપેથ ડોકટર ને કન્સલ્ટ કરવું જોઈએ.