શું હોમીઓપથી દવા ખુબ ધીમી અસર કરે છે ? એક કેસ સ્ટડી

  • Home
  • Gujarati
  • શું હોમીઓપથી દવા ખુબ ધીમી અસર કરે છે ? એક કેસ સ્ટડી

એક પેશન્ટ અત્યંત પીડાજનક સ્થિતિ માં અમારે ત્યાં દવા લેવા આવેલું, તકલીફ ની તીવ્રતા ખુબ હતી, લક્ષણો માં એમને હાથ ની આંગળીઓ માં ખુબ દુખાવો અને સાથે ઘણી વધારે સ્ટીફનેસ અને જેના લીધે હાથ ની મુવમેન્ટ બહુજ રિસ્ટ્રિક્ટ થયી ગયેલી અને પેશન્ટ નો હાથ અતિશય સોજી ગયેલો હતો.

પેશન્ટ એ જયારે અમને એની તકલીફો કહી ત્યારે એટલું ચોક્કસપણે કહી શકાયું કે, પેશન્ટ ની તક્લીફ એક્યુટ રયુમેટોઇડ આર્થરાઈટીસ ના ક્લીઅર કટ ઈન્ડિકેશન સુચવતુ હતું.

પેશન્ટ એ અમને જણાવેલું કે પેશન્ટ ને ગુસ્સો પણ ઘણો આવે છે અને જો ગુસ્સો આવે તો પેશન્ટ કંટ્રોલ નથી કરી શકતું  અને આસપાસ ની વસ્તુઓ ફેંકે છે.

આ ઈરિટેબીલીટી જે મેન્ટલ લેવલ પર હતી એ જ ઈરિટેબીલીટી એમના પેઈન ના એક્સપ્રેશન માં પણ હતી. કારણ કે હોમિઓપથી માં અમે કાયમ એટલું ધ્યાન રાખીયે કે પેશન્ટ ની ફિઝિકલ કમ્પ્લેન સાથે તેની મેન્ટલ કમ્પ્લેન પણ આવરી લઈએ અને જે મેડિસિન અમે પ્રિસ્ક્રાઈબ કરીયે એ મેડિસિન આ ક્રાઈટેરિયા માં ફિટ થતી હોવી જોઈએ.

અમે એમનો સંપૂર્ણ કેસ લીધા બાદ ” બેલાડોના “નામ ની દવા 200 પાવર માં આપી જે એમણે દિવસ ના અમુક નિશ્ચિત સમયે રિપીટ કરવાની હતી. અને પેશન્ટ એ અમે જણાવ્યા અનુસાર  દવાઓ લીધી અને ફકત ચાર દિવસ માં જ અમને ફોન  આવ્યો કે

પેશન્ટ તો એકદમ ઓલરાઈટ છે , અને એની તકલીફો તો સાવ મટી જ ગયી છે અને પેશન્ટ ખુશખુશાલ છે.

એવું તો બિલકુલ છે જ નહિ કે હોમીઓપથી દવાઓ ધીમી અને મંદ અસર કરે છે.

જો યોગ્ય રીતે કેસ લઇ, સંપૂર્ણ રીતે કેસ નું એનાલિસિસ અને ઈવેલ્યૂએશન થાય અને જો યોગ્ય દવા પ્રિસ્ક્રાઈબ કરવા માં આવે તો પેશન્ટ ને ખુબ અકસીર અને ઉત્તમ સારવાર મળી શકે છે.

 

 

 

 

Leave A Reply