મોંમાં ચાંદી પડવી

 

 

 

 

 

 

 

મોંમાં ચાંદી પડવી

ઘણા દર્દીઓને મોંમાં ચાંદી પડવાની સમસ્યા હોય છે. જેને એપ્થસ સ્ટોમેટાઈટીસ, ઓરલ એપ્થે કે કેન્કર સોર્સ તરીકે ઓળખવામાં આવે છે.

જે મોટા ભાગે ૭ થી ૧૦ દિવસ સુધી રહે છે. અમુક કિસ્સાઓમાં તે લાંબા સમય સુધી રહે છે. જેથી તેની સારવાર સમયસર કરાવી લેવી આવશ્યક છે.

હોમીઓપેથીક દવાઓ આ સમસ્યાને ઉકેલવા માટે અત્યંત સક્ષમ માનવામાં આવે છે.

આ દવાઓ ની કોઈપણ પ્રકાર ની આડઅસર નથી અને આ દવાઓ વ્યક્તિની તાસીર ને સમજીને અપાય છે.

કારણો:

  • વિટામીન કે ખનીજ ની ઉણપ, જેમકે વિટામીન બી૧૨, ઝીંક, ફોલિક એસીડ, આર્યન
  • ઈજા ( સ્પોર્ટ્સ, ડેન્ટલ પ્રોસેસ, બૃશીંગ, અકસ્માત)
  • તમાકુ નું સેવન
  • કોઈ પ્રકાર ના ખાદ્યપદાર્થ ની એલર્જી
  • નોનસ્ટેરોઈડલ એન્ટીઇન્ફ્લામેટરી ડ્રગ્સ નો ઉપયોગ
  • મોંમાં સ્વચ્છતાનો અભાવ
  • હોર્મોનલ (અંતસ્ત્રાવ) સંબંધિત
  • બેક્ટેરીઅલ કે ફૂન્ગલ ઇન્ફેકશન
  • માનસિક તણાવ
  • કબજિયાત
  • ઊંઘ અને ભોજન માં અનિયમિતતા

લક્ષણો/ચિન્હો

  • બળતરા થવી
  • અમુક વસ્તુઓ ખાવામાં અને પીવામાં તકલીફ થવી
  • ડંખ વાગે એવો દુઃખાવો થવો

તેનાથી બચવાના ઉપાય

  • સંતુલિત અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક લો.
  • પુષ્કળ પાણી પીવો
  • નિયમિત ઊંઘ લેવી.
  • તાણને દુર કરવા યોગ, ધ્યાન નિયમિતપણે કરવા.
  • હળવે થી બૃશ કરવું.

હોમીઓપેથીક સારવાર

BORAX, ARS ALB, SULPHUR, NUX VOM, CALC CARB, HEPAR SULPH, KALI BICH,ANT CRUD અને MERC SOL જેવી હોમીઓપેથીક દવાઓ મોંમાં ચાંદી પડવાની સમસ્યાની સારવાર માં અકસીર જણાય છે.

પણ, ફક્ત નિશ્ચિત દવાઓ જ સંપૂર્ણપણે કેસ લીધા બાદ દર્દીને આપવામાં આવે છે.

હોમીઓપેથીક દવાઓ દર્દીની મોંમાં ચાંદી થવાની તાસીર પર અસર કરે છે. જેથી તે વારંવાર થતી અટકે. અને સાથે દવાઓ જડમૂળ થી તકલીફ ને દુર કરે છે અને એજ આ હોમીઓપેથીક દવા ની ખૂબી છે.

Leave A Reply