એસીડીટી
એસીડીટી નો અકસીર ઈલાજ હોમીઓપથી માં છે. જે સંપૂર્આણપણે પેશન્ટ ને તમામ હાનીકારક દવાઓ થી બચાવી શકે છે.
એસીડીટી આજના સમય માં ખુબ જોવા મળતી સમસ્યા ઓ માં ની એક સમસ્યા છે જે વ્યક્તિને ખુબ પરેશાન કરે છે અને આજ ના મોર્ડન સમયે લોકો ધીરજ ગુમાવી બેસી ને એનટાસીડસ મેડીસીન નું વધુ પડતું સેવન કરવા લાગ્યા છે જે ઇનસ્ટંટ રિલીફ આપશે પણ ભીતર થી શરીર માં અનેક બીજી નાની મોટી તકલીફો તેમજ અવગણી ના શકાય તેવી આડ અસરો ઉભી કરે છે.
ટેમ્પરરી રિલીફ આપતી આ દવાઓ વ્યક્તિ ના સ્વાસ્થ્ય ને ખુબ હાની પહોચાડે છે.
ડોક્ટર માંકડ’સ ક્લિનિક માં દરદી ની તમામ પ્રકાર ની તકલીફ ને ચીવટ પૂર્વક અભ્યાસ કરી અને યોગ્ય રીતે કેસ ને વિવિધ પાસા ઓ થી સમજી, તથ્ય સાથે યોગ્ય દવા પેશન્ટ ને અપાય છે.
આજ ના આધુનિક સમયે ખુબ સાયકોસોમેંટીક ડીસઓર્ડર ના કેસીસ જોવા મળે છે. પણ તકલીફ નું ઉતાવળ માં નિવારણ કરી ટેમ્પરરી ક્યોર આપવી એ તદ્દન ખોટું છે. દરદી એ બંને એટલી વેહલી તકે એસીડીટી ની સંપૂર્ણ ટ્રીટમેન્ટ કરાવવા નિષ્ણાત હોમીઓપેથ ને કન્સલ્ટ કરવું જોઈએ.
એસીડીટી અને હોમીઓપથી:
આ સમસ્યા નું સચોટ અને ઉતમ નિદાન હોમીઓપથીક ચિકિત્સા પદ્ધતિ માં છે જેમાં વ્યક્તિ ને પૂરે પૂરો સમજી, તેની બીમારી વિષે ની નખશીખ સમજ મેળવી, એવી ઉત્કૃષ્ટ દવાઓ અપાય છે જે વ્યક્તિ ને કાયમ માટે આ એસીડીટી ની તકલીફ થી કોઈ પણ પ્રકાર ની આડઅસર વગર બચાવી શકે છે. અને આ દવાઓ ઓ હોમીઓપથીક ડોક્ટર સંપૂર્ણ કેસ લીધા પછી જ પેશન્ટ ને આપે છે. અને ફક્ત આ એક જ એવી ચિકિત્સા પધ્ધતિ છે જે વ્યક્તિ ના શરીરની બીમારી ઉપરાંત મન ને ઊંડાઈ પૂર્વક સમજી ને અપાય છે.
હોમીઓપથી માં asafetida, robinia, ars alb, lycopodium, pulsatilla, ant crud, વગેરે જેવી ઘણી શ્રેષ્ઠ દવાઓ છે જે એસીડીટી ની સારવાર માં ખુબ અસરકારક નીવડે છે. છતાય યોગ્ય દવાઓ ફક્ત નિષ્ણાત હોમીઓપેથ ને કન્સલ્ટ કર્યા બાદ જ લેવી જોઈએ.
એસીડીટી થવાનું કારણ:
શરીર ની પાચક ગ્રંથી ચોક્કસ પ્રમાણ માં HCL નો સ્ત્રાવ કરે છે. જે પાચન માટે ખૂબ જ આવશ્યક છે. પણ જયારે આ પાચક ગ્રંથી વધુ પડતા એસીડનો સ્ત્રાવ કરે છે ત્યારે એસીડીટી ઉદભવે છે.
ટ્રીગરીંગ ફેકટર્સ:
આલ્કોહોલ નું સેવન, મેદસ્વીપણું, વધુ પડતું તીખું અને તળેલું ભોજન, સ્ટેરોઈડ દવાઓ, કોઈ દવા ની આડઅસર, અપૂરતી ઊંઘ, તાણ, પ્રેગનન્સી, અને પેપ્ટીક અલ્સર એસીડીટી ને ટ્રીગર કરે છે/ ઉતેજે છે.
ડાયેટ અને એકસરસાઈઝ:
ડાયેટ માં પેશન્ટે તીખી તળેલી તેમજ ખુબ મરી મસાલા વાળી વસ્તુઓ નું નહીવત પ્રમાણ માં સેવન કરવું જોઈએ. વાસી વસ્તુઓ નું સેવન ટાળવું જ.
અને રાત્રે સુતા પેહલા હળવો તેમજ ખુબ જ ઓછા તેલ માં રાંધેલો ખોરાક ખાવો જોઈએ. શક્ય એટલું બહાર ના ફરસાણ અને મીઠાઈઓ નું સેવન ટાળવું જોઈએ.
સાથે નિયમિત કસરત અને વ્યાયામ પણ શરીર ને ચોક્કસપણે વિવિધ તકલીફો થી દુર રાખવા આવશ્યક મદદ કરે છે.
ઘરગથ્થું ઉપચાર( દાદીમાં નું વૈદ્દું)
ઠંડુ દૂધ કે કોરા મમરા ચોક્કસપણે ખાટા ઓડકારો ની સમસ્યા ને ઓછી કરે છે સાથે એસીડીટી ની તકલીફ માં રાહત આપે છે.