મેમ..આ તો જાદુ થઇ ગયો. સફેદ પાણી પણ બંધ ને કબજિયાત પણ ગયું..

  • Home
  • Gujarati
  • મેમ..આ તો જાદુ થઇ ગયો. સફેદ પાણી પણ બંધ ને કબજિયાત પણ ગયું..

મેડમ, મે આઈ કમ ઇન?

મારું નામ કૃતિકા…મેડમ, મેં તમને ટીવી પર જોયા’તા અને તમારી યુટ્યુબ ચેનલ પર આવતા બધા વિડીયો હું જોતી હોઉં છું એમાં તમારો લ્યુંકોરિયા પર નો વિડીઓ જોયો અને મારું સફેદ પાણી જે મને ખુબ પરેશાન કરી રહ્યું છે એ ધ્યાનમાં આવ્યું અને મેં કશ્યપ ને કીધું કે આજે  જ મેડમ ની અપોઈંટમેન્ટ બુક કરાવી લઈએ. પણ કાલે તમારું શીડ્યુલ પેક હતું એવું અમને રિસેપ્શનીસ્ટે કહેલું અને આજની છેવટે અપોઈંટમેન્ટ મળી. મમ્મી એ તમને અભિનંદન પાઠવ્યા છે. સાઉથ બોપલ માં આપની બીજી બ્રાંચ શરુ કરવા બદલ.

થેન્ક યુ….યેસ. કૃતિકા બોલો.. જણાવો તકલીફ વિશે નું બધુજ..

યેસ મેમ.. હું ૩ ૪ મહિના થી પીડાઉં છું અને એલોપેથીક દવાઓ તો જાણે મને પેહલે થી માફક જ નથી આવતી મને. કશ્યપે મને આયુર્વેદિક દવાઓ લેવા કીધેલું તો એ પણ કર્યું પણ એ દવાઓ થી બીજી તકલીફ શરુ થયી. જેમકે વધુ પડતું પેટ સાફ થઇ જવું, ક્યારેક વધુ પડતા ઝાડા થઇ જવા ને એના લીધે ખુબ જ અશક્તિ અનુભવાય. એટલે એ તો એકાદ મહિના માંજ છોડી દેવી પડી. એનાથી થોડો ફાયદો થયો પણ એટલો ખાસ તો નહિ જ. છેલ્લા ૩ થી ૪ મહિના થી આ સફેદ પાણી ના લીધે કંટાળી ગઈ છું. મેડમ, પીરીયડ પણ અનિયમિત છે. મારા મમ્મી ને મારી જેમ જ સફેદ પાણી પડવાનો પ્રશ્ન હતો અને પણ માસિક વખતે પ્રશ્નો રહેતા.

મને તો નાનું સફેદ રંગ નું દોરડું હોય એવી રીતનું સફેદ પાણી પડે. ખુબ બળતરા થાય. મોટેભાગે માસિક પછી વધુ તકલીફ થાય મને મેડમ. રાત્રે ઊંઘ નો પણ પ્રશ્ન છે. સવારે કશ્યપ નું ટીફીન બનાવવા માટે ધ્યાન થી વેહલા ઉઠવું પડે. અને ઉઠવા ના સમયે ઊંઘ આવે.

અને મેડમ. મને કબજિયાત નો પ્રશ્ન પણ ખરો. ઘણી તકલીફ પડે સ્ટુલ પાસ કરતી વખતે. ક્યારેક ઇસબગુલ લઉં છું.

મેડમ. બસ આટલી જ તકલીફો છે. મટી જશે ને મને ?

મારા મમ્મી સરલાબેન જે તમારે ત્યાં માઈગ્રેન માટે આવેલા એમને મને કહ્યું કે કૃતિકા તું મેડમ ને મળ, તને સરસ ફેર પડી જશે.

કૃતિકા.. આપ તમારા સ્વભાવ વિશે સમજાવો થોડું. આપના વિશે થોડી ઘણી વાત કરો. તમે ખુબ સરસ રીતે વાત કરી તમારી શારીરિક તકલીફો ની. પણ અમારા માટે મન ને જાણવું પણ એટલું જ જરૂરી છે. જેથી તાસીર નો પરિચય થાય અને તમને ચોક્કસ અને સરસ દવા મળે અને જડમૂળ થી તેનો ઈલાજ થાય. બરાબર..

મેમ, એવું કઈ ખાસ નથી. ખબર નહિ શું કહું હું? કઈ યાદ નથી આવતું એઝ સચ. ખાલી એક વાત કહી શકું જે મને યાદ આવી અત્યારે.. કે હું નકારાત્મક વિચારો ને લીધે સતત ચિંતા માં રહું. અને અંદર થી દુઃખી થાઉં.

કૃતિકા ના કેસ માં આટલી વિગતો મળી. અને કૃતિકા ને મહિના ની દવા આપવામાં આવી.

(અહી કૃતિકા ની શારીરીક તકલીફ એટલે કે લ્યુંકોરિયા તો ધ્યાન માં ચોક્કસ લેવાય છે, સાથે કૃતિકા નું ઈમોશનલ /મેન્ટલ હેલ્થ નું ડાયમેન્શન કેસ ના સંદર્ભ માં જાણવું ખુબ અગત્ય નું છે. કેમ કે મન ઘણા રોગો નું મૂળ છે. મન પર અનુભવાતી વાતો, લાગણી અને એ બધું ક્યાંય શરીર પર રીફ્લેક્ટ થતું હોય છે. જેને મેડીકલ ટર્મ્સ માં સાયકોસોમેટીક ડીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ ફર્સ્ટ કન્સલટેશન  વખતે પુરતો સમય અપાય છે. જેથી કેસ સાથે જોડાયેલી તમામ નાની મોટી વાતો ને કેસ માં નોંધી શકાય અને સંપૂર્ણપણે કેસ ને ઊંડાણ માં સમજી, ઉતમ દવાઓ આપી શકાય અને દર્દીને સ્વાસ્થ્ય ની અનુભૂતિ કરાવી શકાય. )

મહિના પછી નું પેહલું ફોલો અપ.

મેડમ. મને કબજિયાત તો જાણે રહ્યું જ નથી. સફેદ પાણી નો પ્રશ્ન જે પેહલા હતો એમાં આ વખતે ૭૦ ટકા જેટલી રાહત છે. બળતરા આ વખતે ઓછી હતી. અને થોડાક દિવસ જ સફેદ પાણી આવ્યું. અને એકંદરે સારું રહ્યું મેડમ.

બીજું ફોલો અપ.. (એક મહિના પછી)

મેડમ. મને તો ૯૦ ટકા સારું છે. બધીજ રીતે ઘણું સારું છે. ઇસબગુલ તો ૨ મહિના લેવાની જરૂર જ નથી પડી. અને ઈમોશનલી પણ થોડું સારું ફિલ થાય છે. થોડી પોઝીટીવ બની રહી છું ધીમે ધીમે.

ત્રીજું ફોલો અપ.

મેમ..આ તો જાદુ થઇ ગયો. સફેદ પાણી પણ બંધ ને કબજિયાત પણ ગયું.

તમને પણ કૃતિકા જેવી તકલીફ છે? શું તમને પણ સચોટ ઈલાજ જોઈએ છે?

Leave A Reply