હવે તો મારા ફીયર ને ફ્લશ આઉટ કરી દીધા મેં. અરે સોરી. મેં નહિ. દવા, યોગ, ધ્યાન અને સંગીતે.

  • Home
  • Gujarati
  • હવે તો મારા ફીયર ને ફ્લશ આઉટ કરી દીધા મેં. અરે સોરી. મેં નહિ. દવા, યોગ, ધ્યાન અને સંગીતે.

 

 

હવે તો મારા ફીયર ને ફ્લશ આઉટ કરી દીધા મેં. અરે સોરી. મેં નહિ. દવા, યોગ, ધ્યાન અને સંગીતે.

 

યોગ્ય ધ્યાન,યોગ અને સંગીત એ આ સમય ની મહત્વ ની જરૂરિયાત.

કોરોના ના આ કપરા સમયે દવા સાથે ઈમોશનલ મેનેજમેન્ટ બહુ જ અગત્ય નું છે.

આ સમયે માનસિક રીતે નબળું બની જવું અને કોરોના ના ભય થી સતત ભયભીત રેહવું બહુજ કોમન બની ગયું છે. ઘરે ઘરે આ રોગ ના કેસ જોવા મળી રહ્યા છે. ટ્રાન્સમિશન રેટ સતત બમણી ગતિ થી વધી રહ્યો છે બીજી બાજુ માણસ ખુબ ગભરાયી ગયો છે, અધીરો અને ચિંતિત બનતો ગયો છે.

શું થશે અને મને થઇ જશે આ રોગ તો કઈ વિચાર્યું નહિ હોય એવું તો નહિ બને ને ? મને હોસ્પિટલ માં દાખલ થવું નહિ પડે ને ? ઓક્સીજન તો નહિ ચઢાવો પડે ને ? આવા અનેક પ્રશ્નો મૂંજવી રહ્યા છે માણસ ને.

ઈમોશનલી બહુ જ ડ્રેઈન થઇ જવાય એવો આ સમય પસાર કરવો ખરેખર અઘરો છે પણ અશક્ય તો બિલકુલ નથી.

મન ને સરસ રીતે સજ્જ કરવાનું છે. કંડીશન કરવાનું છે. ટ્રેઈન કરવાનું છે. એને કુશળતા થી હેન્ડલ કરવાનું છે. જેથી એ ડગી ન જાય અને સ્વસ્થ રહે.

આ માટે નિયમિત રીતે ધ્યાન કરવું સાથે યોગ કરવું ખુબ જ જરૂરી છે. જેથી માનસિક સ્વાસ્થ્ય ને બરાબર સાચવી શકાય અને ખોટા વિચારો થી મન ને મુક્ત રાખી શકાય.

યોગ થી શરીર અને મન ને નવી ઉર્જા મળે છે. ધ્યાન થી મન ને એકાગ્રતા, શાંતિ, અને હકારાત્મકતા મળે છે અને એ તદ્દન આવશ્યક છે.

એક હમણાં નો તાજો કિસ્સો શેર કરું આપની સાથે. જેથી આપને ખબર પડશે કે કેટલું જરૂરી છે યોગ અને ધ્યાન અને તે સાથે યોગ્ય સંગીત.

અમારું એક પેશન્ટ જે નિયમિત રીતે અહી થી એસીડીટી માટે દવા લે છે. અને ચુક્યા વગર એ દરરોજ દવા લે અને વચ્ચે ક્યારેય તકલીફ જણાય તો ફોન કરે પણ એલોપેથી દવા ક્યારેય ના લે. રેન્ટેક કે ઓમેપ્રાઝોલ ઘર માં પણ ના રાખે. ક્યારેક ઠંડુ દૂધ કે કોરા મમરા નો પ્રયોગ અવશ્ય કરે. પણ પેલી મોર્ડન દવા લેવાનું અવશ્ય ટાળે. બન્યું એવું કે ૧૦ કે ૧૨ દિવસ પેહલા તકલીફ ખુબ વધી. એસીડીટી કંટ્રોલ બહાર વધી, દવા માં ફેરફાર કરવા પડ્યા , ડોઝ માં વધારો ઘટાડો કરવો જરૂરી લાગ્યો એટલે એ પણ કર્યું.

અને ફોન પર બધી વાત થયી ગયેલી તકલીફ વિશે ની  તમામ વાતો. પણ  ફોન પતે એ પેહલા દર્દી એ કયું. સાહેબ પાડોશી માં કોરોના ના ૪ કેસ આવ્યા છે. રાત્રે ઊંઘ નથી આવતી. સપના માં એવું દેખાય છે કે હવે મને કોરોના થઈને જ રેહશે અને મને મારું મૃત્યુ દેખાય છે. મને એમ લાગે છે કે હું અઠવાડિયું માંડ ખેંચીસ અને ઘર માં બાળકો અને વહુ નું શું થશે. એટલો ડર લાગ્યો છે અને બીજી બાજુ જે એસીડીટી મટી ગયેલી એ હવે પાછી શરુ થયી છે ને અતિશય વધી છે એમ થાય છે ખાવાનું છોડી દઉં અને બે ત્રણ દિવસ પેહલા ઝાડા પણ થઇ ગયેલા ચિંતા ના લીધે. મને આઈ.બી. એસ. નહિ થઇ જાય ને સાહેબ આવી રીતે ઝાડા થશે તો.

અમે યોગ, ધ્યાન અને સંગીત વિશે માહિતી આપી અને એમને અમુક રાગ સાથે નું સ્પેસિફિક સંગીત સાંભળવા માટે આપ્યું. મેડીટેશન માટે નું યોગ્ય ગાઈડન્સ આપ્યું, અવેકન એપ વિશે ની માહિતી આપી સાથે સ્પેસીફીક ટ્રેકસ સૂચવ્યા અને દર્દી એ એ જ દિવસ થી ધ્યાન, યોગ અને સંગીત નો સુગમ સમજી ત્રણેય વસ્તુ ને અપનાવી, નિયમિત રીતે પ્રેક્ટીસ કરવાનું શરુ કર્યું. બે દિવસ પેહલા જ ફોન આવ્યો એમનો અને જણાવ્યું કે ડોકટર, દવા માં તમે જે ચેન્જ કર્યો એનાથી તો ફેર પડ્યો જ છે, પણ સાથે તમે જે યોગ, ધ્યાન અને મ્યુઝીક થેરપી નું માર્ગદર્શન આપ્યું એના થી મને નવું જીવન મળ્યું હોય એવું ચોક્કસ લાગે છે. એમ લાગે છે કે નવો શ્વાસ મળ્યો અને એ સાથે જીવન માં રસ અને રૂચી ફરી પછી મળી મને જે સાવ ઉડી ગયેલી.

હવે તો મારા ફીયર ને ફ્લશ આઉટ કરી દીધા મેં. અરે સોરી. મેં નહિ. દવા, યોગ, ધ્યાન અને સંગીતે.

મારું ફેમીલી પણ હવે ધ્યાન યોગ અને મ્યુઝીક માં રસ લે છે અને હવે અમે બધા સાથે યોગ અને ધ્યાન કરીએ છીએ. અને પરોઢ ફૂટે એવું તરત સુર્યપ્રકાશ ના રંગ માં ધ્યાન અને યોગ સાથે દિવસ નો પ્રારંભ કરીએ છીએ. આ જરૂરિયાત છે અને જીવનશૈલી નો એક ભાગ બનવો જોઈએ એવું હું દૃઢપણે માનું છું સાહેબ.

 

 

 

Leave A Reply