ખેંચની સમસ્યા લગભગ 5 થી નાની વયના બાળકોમાં વધુ જોવા મળે છે. એમાંથી કેટલાક બાળકોમાં જેમ ઉમર વધે ને બાળક પુખ્ત થાય એટલે આ સમસ્યા જાતે જ ઠીક અથવા તો કાબુમાં આવી શકે છે.
ઘણાખરા કિસ્સામાં પુખ્તતા આવ્યા પછી પણ આ પ્રશ્ન ચાલુ જ રહેતો જોવા મળી શકે. ઘણા બાળ દરદીના કિસ્સામાં એમની માતાઓને કાયમ એવી ચિંતા રહ્યા કરતી હોય કે બાળકને સ્કૂલ, પ્રિ સ્કૂલ કે નર્સરીમાં જ ક્યાંક ખેંચ તો નહિ આવે ને !!! અહી એ ખાસ સમજી લેવું કે થોડી સમયસુચકતા તેમજ જાગૃતિ રાખવાથી તેમજ જે તે સ્કૂલના ટીચરના સહયોગથી પરિસ્થિતિ આરામથી જાણે બાળકને કઈ થયું જ નથી એ રીતે સાંભળી શકાય છે. કેટલાક બાળકોમાં ખેંચની સમસ્યા એ તેમની કેળવણી તેમજ સ્વભાવગત બાબતો પર ઊંડી અસર પડી શકે છે.
હમણા જ 16 તારીખે જ world epilepsy awareness day ગયો. ઉપરાંત આ અખો નવેમ્બર મહિનો એ આવી સમસ્યા અંગે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી ‘એપીલેપ્સી અવેરનેસ્સ મંથ’ તરીકે યાદ રખાય છે. તો એ નિમિતે બાળકોમાં ખેંચની સમસ્યા અંગે જાણીએ તેમજ થોડા વધુ જાગૃત થઈએ સારવાર માટે.
ખેંચની સમસ્યા એ દરેક ઉમરની વ્યક્તિને હોઈ શકે. પણ જયારે એ સમસ્યા કુમળી વયમાં જ લાગુ પડી જાય ત્યારે એ બાળકની સાથે સાથે એના બાળપણને પણ અસર કરે છે. એટલે કે એ બાળકના સંપૂર્ણ વિકાસને થોડે ઘણે અંશે રૂંધાવી શકે છે.
ખેંચની સમસ્યા, જેને સીઝર ડિસોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં સામાન્ય રીતે બાળકમાં કોઈ કારણસર ગમે તે સમયે કે સ્થિતિમાં, ફરી ફરીને ખેંચ આવતી હોય છે. અહી, ખૂબ વધારે તાવને પરિણામે આવતી ખેંચની વાત નથી.એ તદન અલગ પ્રશ્ન છે
ખેંચની સમસ્યા ના કારણો:
આમ તો મોટાભાગના કિસ્સાઓમાં કોઈ નિશ્ચિત કારણ હોતું નથી. કે એ કોઈ પ્રકારના રીપોર્ટ કરાવવાથી પણ પકડાતું નથી.
સામાન્ય ભાષામાં સમજીએ તો મગજની સંવેદનાઓને એક્સાઈટ કરતા તેમજ કાબૂમાં રાખતી પ્રક્રિયાઓમાં થોડું નિયમન ખોરવાય છે.
કન્જેનીટલ એપીલેપ્સી :
એટલે કે ખેંચની સમસ્યા આનુંવાન્શિક હોઈ શકે
એટલે કે બાળક ખેંચની સમસ્યા થઇ શકવાની તાસીર કે જનીન લઈને જ જન્મે છે.
એક્વાયર્ડ એપીલેપ્સી :
જેમાં જન્મ સમયે કે ડીલીવરી સમયે મગજમાં કોઈ ડેમેજ કારણભૂત હોઈ શકે. જેમકે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અભાવ, મગજમાં બ્લીડીંગ થવું (જેમ પ્રી મેચ્યોર બાળકમાં જોવા મળે છે એમ ).
ઘણી વખત જન્મ પછી થતા અમુક જોખમી પ્રકારના ચેપને લીધે પણ મગજનો વિકાસ ખોરવાય છે. પરિણામે તે બાળકમાં ખેંચની સમસ્યા ઉદભવી શકે છે. ઉપરાંત, મગજને ઈજા કે મગજમાં ગાંઠ પ્રકારની સમસ્યા પણ કારણભૂત હોઈ શકે
ખેંચની સમસ્યા(એપીલેપ્સી ) ના પ્રકાર
બાળકોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે આ સમસ્યાને સમજી શકાય
- જેમાં ખેંચ આવે એ માટે મગજનો આખો ભાગ શરૂઆત થી જ કાર્યરત હોય. જેને generalised seizure કહે છે. આ પ્રકારની ખેંચમાં બાળક સભાનતા ગુમાવી શકે છે। તેમજ તેમાં શરીરના મોટાભાગે દરેક સ્નાયુઓને અસર થાય છે
- જેમાં ખેંચ શરુ થાય ત્યારે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય. જેને focal /local seizures કહે છે, જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી
- જેમાં ખેંચ સમયે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય અથવા બીજા ભાગો ને પણ સમાવેશ થયેલ હોય.જેને partial seiizures કહે છે.જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી તેમજ શરીરના લોકલ ભાગ પર જ અસર થાય છે. જે સિમ્પલ તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝર એમ બે પ્રકારે વિભાજીત થાય છે. જેમાં સિમ્પલ પાર્શીયલ સીઝરમાં તો બાળકમાં કોઈ કારણ વિના એકદમથી જ ભયભીત થઇ જાય એવા લક્ષણો ઉદ્ભવે છે તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝરમાં તો બાળક પોતાની કોઈ પણ એક્શન પરનો કાબૂ ગુમાવી દઈ શકે છે
ખેંચ આવે તે સમયે શું ધ્યાન રાખશો ?
- બાળકને બિલકુલ શાંત કરવું અને એકદમ સુરક્ષિત જગ્યા એ લઇ જાઓ
- તીક્ષ્ણ કે સખત હોય તેવી વસ્તુ થી બાળકને દૂર રાખશો
- માથા નીચે કોઈ પોચી વસ્તુ કે કુશન રાખવું
- બાળકને એની જમણી બાજુ એ સુવાડવું, જેથી મોમાં થી કઈ પ્રવાહી બહાર નીકળી શકે
- બાળક શ્વાછોશ્વાસ બરાબર લઇ રહ્યું જ છે ને એ ચેક કરી લેવું
- ખેંચ સમયે બાળકના મો માં કોઈ જ પ્રકારની વસ્તુ, લીક્વીડ, ખોરાક કે કશું જ મુકવાનો પ્રયાસ કરવો નહિ, પણ હા, એવે સમયે બાળકની જીભને ઈજા ન થાય એ હેતુથી એક મોટું કાપડ કે રૂમાલ વડે મો બંધ કરી શકાય
- 30 સેકન્ડ્સ થી વધુ સમય ચાલતી ખેંચ પછી બાળક સાવ જ થાકી જાય સુવાની ઈચ્છા કરે, થોડી હતાશા અનુભવે કે હેબતાઈ જાય, કે પછી અનિર્ણિત સ્થિતિમાં મૂકી શકે. આ તમામ લક્ષણો થોડો સમય રહે છે, હવે આ સમયે બાળકને એ પોતાની સ્વસ્થ અવસ્થામાં આવી શકે એવું યોગ્ય વાતાવરણ પૂરું પડવું આવશ્યક બની રહે છે
સમાજમાં પ્રવર્તતી ખેંચ અંગેની કેટલીક ગેર માન્યતાઓ:
અહી સમાજ માં પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ સામે હું હસ્તક્ષેપ કરવાનું ચુકીશ નહિ.
- ખેંચની સમસ્યાને વાઈ સાથે કોઈ સંબંધ નથી. ક્યારેક બાળક જીદ થી પ્રેરાઈને પોતાની વાત મનાવવાના બહાના હેઠળ જમીન પર આળોટીને શરીર ખેંચવાનું નાટક કરતુ હોય છે, જે સંપૂર્ણપણે વાઈ જ છે, ખેંચ નહિ
- બીજું કે ખેંચની સમસ્યા એ સંપૂર્ણ પણે મેડીકલ સાયન્સ સંબંધિત રોગ જ છે, એને ક્યાય અંધશ્રદ્ધાનો સહારો આપીને ભગવાનની માનતાઓ રાખીને ભગવાનને ડીસ્ટર્બ ના કરશો એવી મારી મહેચ્છા છે
ખેંચની સમસ્યાના ઉપાય:
ખેંચની સમસ્યા એ બાળકને ફક્ત શારીરિક જ નહિ પણ તેના માનસપટ પર, મનઃશારીરિક વિકાસ પર, વર્તણૂક વગેરે પર પણ ઊંડી છાપ છોડી શકે છે. માટે સારવાર પણ એવી જ કરાવવી જોઈએ જે આ બધું જ સ્વસ્થ કરવા સક્ષમ હોય. હોમિયોપેથી એ આ ખેંચ પ્રકારની સમસ્યામાં એક અસરકારક સારવાર પધ્ધતિ સાબિત થાય છે. હોમિયોપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એકદમ આડઅસર રહિત હોય છે, તેમજ તે મગજમાં સંવેદનાઓના નિયંત્રણ ને નિયમિત કરી આપે છે. કેટલાક મહિનાઓ માં જ નાની નાની લાગતી હોમિયોપેથીક દવાઓ બધા પ્રકારની ખેંચની સમસ્યામાં બહુ મોટું કામ કરી આપે છે.