ફાટેલાં કપડા ને જેમ રફુ કે થીગડું ની મદદથી સાંધી શકાય છે. એવી રીતે તૂટેલાં મન ને સાંધવા માટેનું કોઈ થીગડું હશે ખરું?
અનુજા એ એના તીણા અવાજમાં પ્રશ્ન પૂછ્યો. કેસ ની શરુઆત જ અહી થી થયેલી.
ડોક્ટર….
ખબર નહિ કેમ જાણે આવો પ્રશ્ન મેં પેહલા જ તમને પૂછી લીધો?
સાહેબ..હું જ્યાં જાઉં મને જોઇને લોકો પૂછવા લાગે કે અનુજા તને કઈ થયું છે? મારા ચેહરા પર ની ચમક સાવ ખરી ગયી છે. આંખો ની આજુબાજુ ડાર્ક સર્કલ થયી ગયા છે. એ વાત તો સમજ્યા પણ મારું મન ભાંગી ગયું છે અને ખબર નહિ કોણ જાણે હું મન માં જાણે બહુજ ઘાવ વાગ્યા છે. એ મન નું તૂટી જવું જાણે આજે એમનું એમ જ રહી ગયું છે.
અતીત નું મારા જીવન માં આવવું અને અમારા લવ મેરેજ થવા, ત્યાર બાદ મારી દીકરી આશ્કાનો જન્મ થવો, અને એ પછી મારા અને અતીત ના જીવન માં કોલ્ડ વોર્સ નું વિશ્વયુદ્ધ માં પરિણમવું, અને અમારા ડિવોર્સ થવા.
અતીત ના જીવનમાં અનેક એક્સ્ટ્રા મરાઈટલ અફેર્સ હતા પણ એણે મારા સાથે મેરેજ ફક્ત મારી જોબ, સેલરી જોઇને જ કર્યા હતા જે મને પાછળ થી સમજાયું. અને લેટ નાઈટ પાર્ટી, ડ્રીંક, ગર્લફ્રેન્ડ, મારી સેલરી આખી એના ખર્ચાઓ માં વેડફાતી હતી. પણ મારા પિયર માં પણ કોઈને કહી શકું એમ નહોતી. કેમ કે મારી ચોઈસ થી મેં મેરેજ કરેલા અતીત સાથે. તો પણ હું સમય ના વેહણ સાથે ચાલતી ગયી. હાંફતી ગયી. અંદર થી જાણે હું નિર્જીવ પદાર્થ બનતી ગયી. પ્રેગ્નન્સી પણ બહુ પ્રેશર સાથે મેનેજ કરી. લાઈફ રુઇન્ડ મી.
ડાઈવોર્સ પછી પણ અતીત મારા જીવન નું અતીત ન બન્યો. કારણ, કોણ જાણે એ ઘાવ હજી અહી ચુભે છે. અને મને ગુંગળાવે છે.
હવે તો રડવું આવે તો પણ રડી નથી શકતી. હસવું આવે તો કદાચ સમજી નથી શકતી.
દિવસ ઉગે ને આથમે, આશ્કા જ અત્યારે તો મારો ઓક્સીજન છે..
આશ્કા ક્યારેક પૂછે છે કે મમ્મી સીન્ગલ પેરેન્ટ મારા ક્લાસ માં કેમ ફક્ત ૩ જ કલાસમેટસ ને જ છે. બીજાને કેમ મોમ ડેડ બેય હોય છે ? મારે ડેડી વિશે જયારે ૫ લાઈન્સ બોલવાની હતી, ત્યારે મેં તો એવું કહ્યું કે મારા ડેડી અને મોમ બેય એક જ છે. મારી મોમ. હર નેમ ઈઝ અનુ.. અનુજા..માય ડીયર. માય વોર્મથ, માય એવરીથિંગ. શી ઈઝ વન વુમન આર્મી..
જીવન માં જાણે બધી વસ્તુ ભાંગતી ગયી છે. હું જોડવા ઈચ્છું છું પણ…….
અનુજા ની આંખોમાં ચળકતા આંસુ વહે છે. પણ એ આંખો ની અંદર જ જાણે વેહવાનું શીખી ગયા લાગે છે.
અનુજા પોતાની આપવીતી રજુ કરે છે. અનુજા નું ધ્યાન કન્સલ્ટીંગ રૂમ ની વિન્ડો માં રાખેલી કબુતર ની નેટમાં ફસાઈ ગયેલ કબુતર પર પડે છે. જે એકાદ કલાક પેહલા જ ભૂલ થી અંદર આવી ગયું છે. અને પાંખો ફફડાવે છે. એ કબુતર જોઇને પછી અનુજા ની આંખ માં કેદ થયેલા આંસુ ધીમે ધીમે વહેવાનું શરુ થાય છે. અનુજા આ જોઇને કહે છે કે..સાહેબ આ કબુતર ની જેમ જ હું પણ એક જાળ માં ફસાઈ ગયેલી. પણ મને દિશા નહોતી મળતી.
બાકી મારા ડાયાબીટીસ નો પ્રશ્ન એટલો વધારે તો નથી જ જેટલો આ મન નો છે.
વધુ વાત આવતા અંકે…