સ્મૃતિને વિસરાવતો અલ્ઝાઇમર્સ, ઉપાય હોમીઓપથી

  • Home
  • Gujarati
  • સ્મૃતિને વિસરાવતો અલ્ઝાઇમર્સ, ઉપાય હોમીઓપથી

અલ્ઝાઇમર્સમાં મગજના જ્ઞાનતંતુ કોષોને નુકશાન થાય છે અને ધીમે ધીમે તેનો નાશ થાય છે.
આજે ‘વિશ્વ અલ્ઝાઇમર્સ ડે’ નિમિતે અલ્ઝાઇમર્સ શું છે એ સમજવા આપણી સ્મૃતિને થોડી દોડાવી લઈએ.!!!

અલ્ઝાઇમર્સ એટલે એક પ્રકારની એવી સમસ્યા જેમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારશક્તિ અને સમજશક્તિમાં ફેરફાર આવવા લાગે.અલ્ઝાઇમર્સમાં મગજના જ્ઞાનતંતુ કોષોને નુકશાન થાય છે અને ધીમે ધીમે તેનો નાશ થાય છે, પરિણામે મગજના વિવિધ પ્રકારના કાર્યોનું નિયંત્રણ કરતા જરૂરી રસાયણોની ઉણપ ઉભી થાય છે. આ બધા ફેરફારો છેલ્લે તો આગળ સમજ્યા એમ વ્યક્તિની યાદશક્તિ, વિચારશક્તિ અને સમજશક્તિને અસર કરવા લાગે છે.

અલ્ઝાઇમર્સ પ્રકારની બીમારી સામાન્ય રીતે ૬૦ વર્ષ પછી થતી હોય છે કે ઘણાખરા લોકોને ૮૦ વર્ષ કે તેથી વધુ ઉમરે થાય છે. જેમાં યાદશક્તિ ગુમાવવાની પ્રક્રિયા તરીકે જે કામો પહેલા સરળતાથી યાદ રહી જતા હતા એવા કર્યો કરવામાએ મુશ્કેલી અનુભવાય છે. જેમકે રોજિંદા હિસાબો જાળવવા, બેન્કને લગતા કાર્યોમાં તકલીફ થવી, અરે ગૃહિણીને રસોઈ બનાવવા જેવા કાર્યોમાં એ તકલીફ પડે છે! દરદીને વાત દરમિયાન વેળાસર શબ્દ જ ન સુઝવા, એકી સાથે ઘણા કાર્યો કરવામાં ગૂંચવાઈ જવું એવુતો વારંવાર બનતું હોય છે. હવે આ બધી સમસ્યા શરૂઆતમાં તો વધતી ઉમરના પ્રતાપે છે એવું સમજી લઇ મોટેભાગે વ્યક્તિ પોતા દ્વારા જ ધ્યાન નથી અપાતું હોતું, પરંતુ આવા દરદીની જો કાળજી લેવામાં વિલંબ થઇ જાય તો તકલીફમાં ધીરે ધીરે વધારો થઇ જતો જોવા મળે છે.

અલ્ઝાઇમર્સનું નિદાન તેમજ કારણો :

અલ્ઝાઇમર્સનું નિદાન ચોક્કસપણે થઇ શકે એવા કોઈ ટેસ્ટ નથી, પણ હા યાદશક્તિને પહોંચેલ અસર જાણવા કેટલાક ન્યુરો સાયકોલોજીકલ ટેસ્ટ જરૂરથી થઇ શકે જે આ બીમારીનું નિદાન કરી આપે. પાછું અલ્ઝાઇમર્સ કયા કારણે થાય છે એ ચોક્કસ રીતે જાણી શકાયું નથી. આમ છતાં,

ડાયબીટીઝ
હાઈ બી.પી.
સ્ટ્રોક
વિટામીન B ૧૨નું ઘટતું પ્રમાણ
થાયરોઈડને લગતી બીમારી
પાર્કિન્સોનિઝમો
જેવા કેટલાક રોગ ધરાવતી વ્યક્તિને અલ્ઝાઇમર્સ થઇ શકે એવું કહી શકાય

બીજા કેટલાક રોગો પણ યાદશક્તિને જે તે સમય માટે ઘટાડતા હોય છે, જેનો ભેદ પણ સમજી લેવો પડે.

ઉપરાંત અલ્ઝાઇમર્સ જેવી સમસ્યા વારસાગત પણ હોતા જે પરિવારના સભ્યને હોય તેમના વંશજોમાં પણ આવી શકે

અલ્ઝાઇમર્સમાં જોવા મળતા લક્ષણો

યાદશક્તિમાં ઘટાડો થવો જેમકે,

સગા સંબંધીઓના નામ જલદીથી યાદ ન આવવા
રોજીંદી બાબતો યાદ રાખવામાં મુશ્કેલી થવી
હમણા જ થયેલી ઘટના પણ ભૂલી જવી
પરિચિત સ્થળોના નામ કે રસ્તો યાદ ન રહેવો
કોઈ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવું પડવું
વાત વાતમાં મૂંજાઈ જવું
રોજીંદી સિવાયની ઈત્તર પ્રવૃત્તિમાં નીરસતા દાખવવી તેમજ નિષ્ક્રિય રહેવું
અકારણ ભયની લાગણી અનુભવાવી
સમય, સ્થળનું ભાન ન રહેવું
વાત વાત માં ગુસ્સે થવું
ચિડીયાપણું આવી જવું
આંકડાકિય કાર્યમાં તકલીફ થવી
અલ્ઝાઇમર્સના ઉપાય :

અલ્ઝાઇમર્સ જેવી સમસ્યા હમેશ માટે દૂર કરી શકાય એવી ચોક્કસ દવા નથી. પરંતુ અલ્ઝાઇમર્સ થતો અટકાવવા તેમજ થયા બાદ તે વ્યક્તિને બહાર લાવી શકવાનો સફળ પ્રયાસ ચોક્કસપણે હોમિયોપેથીક સારવારથી થઇ શકે. એમાય વ્યક્તિને અલ્ઝાઇમર્સની હજુ શરૂઆત જ હોય તેવા કિસ્સામાં ઘણું ધાર્યું પરિણામ હોમીઓપેથીની medorrhinum,kali Brom,lac can, kali phos, baryta carb, calcarea carb, mercurius, anacardium જેવી દવાઓ દ્વારા સહેલાઈથી મેળવી જ શકાય છે. વ્યક્તિની સંપૂર્ણ તાસીર, રોગની શરૂઆત અને રોગના તે દર્દીમાં જોવા મળતા લક્ષણો – ત્રણેયને સારી રીતે સમજ્યા બાદ અપાતી હોમીઓપેથીક દવા ઘણું સંતોષકારક પરિણામ આપે છે જે અમારા ક્લિનિકમાં ઘણા કેસીસમાં જોવા મળ્યું છે

ઉપરાંત મગજની કાર્યક્ષમતા વધારવા તેમજ ટકાવવા

નિયમિત હળવી કસરત કરવી
મેમરી ગેઈમ રમવી
યોગા તેમજ મેડીટેશન કરવું
આંકડાઓને કે ફોન નંબર્સને યાદ રાખવા
લોકો સાથે સામેથી હળવું ભળવું
વગેરે જેવા ઉપાયો પણ નિરંતર કરતા રહેવું જોઈએ

યાદ રહે હોમિયોપેથી સારવારની સાથે સાથે ખૂબ અગત્યના પરિબળ તરીકે અલ્ઝાઇમર્સ ધરાવતા વ્યક્તિને ઘરનાનો પ્રેમ,હૂંફ અને સહાનુભૂતિની અત્યંત આવશ્યકતા હોય છે. એ વ્યક્તિ એક દરદી તરીકે મન અને શરીરથી સુરક્ષિત રહી શકે એવું વાતાવરણ પૂરું પડવું એ એના નીકટના સ્નેહીઓના હાથમાં છે!

Leave A Reply