સ્તનપાન – એક જીવનામૃત

  • Home
  • Gujarati
  • સ્તનપાન – એક જીવનામૃત
માતાનું ધાવણ એ જન્મેલા બાળક માટે અત્યંત ગુણકારી છે. જે જન્મતા જ બાળકને જન્મદાતા સાથે મન શરીરથી જોડી આપે છે.

જન્મ્યા પછી બાળક માટે સ્તનપાન એ આપોઆપ તેમજ સહજ થતી ઘટના છે.

ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં તેમજ બાળક જન્મ્યા પછીના થોડા સમયમાં સ્તન દ્વારા થોડું જાડું, પીળાશ પડતું દૂધ સ્ત્રવે છે જેને કોલોસ્ટ્રમ કહે છે.આ પ્રવાહી અતિશય ઉપયોગી પોક્તત્વોસભર તેમજ રોગ પ્રતિકારકતા બક્ષે છે. જે બાળક જન્મ્યાના 3 થી 5 દિવસમાં પૂર્ણ દૂધ સ્વરૂપે બની જાય છે

સ્તનપાન – મૂલ્યવાન પોષણ

યોગ્ય પોષણ જો બાળકને એના શારીરિક વિકાસના શરૂઆતના ગાળામાં જ સ્તનપાન દ્વારા મળી જતું હોય તો તેના ભવિષ્યમાં આરોગ્ય સંબંધી બાબતો પર સીધી સારી અસર પડે છે

સ્તનપાનમાં રહેલા અમૃત રૂપી પોષક્તત્વો કયા છે એ સમજીએ:

  • પાણી 90%
  • પ્રોટીન્સ
  • લિપિડ્ઝ
  • વિટામિન્સ
  • મિનરલ્સ
  • અંતઃસ્ત્રાવો
  • ઉત્સેચકો
  • વિકાસ માટે જરૂરી કેટલાક દ્રવ્યો
  • રક્ષણ માટે જરૂરી કેટલાક દ્રવ્યો
  • શક્તિ માટે જરૂરી કેટલાક પદાર્થો

સ્તનપાન કરાવતી વેળાની આદર્શ સ્થિતિ સમજીએ:

સ્તનપાન સમયે બાળક તેમજ માતા બંનેને અનુકૂળ હોય તેમજ બાળક પૂરતું ધાવણ યોગ્ય રીતે લઇ શકે એ સ્થિતિમાં ગોઠવાય તે જરૂરી છે.

જેમાં માતાનો ખોળો એ બાળક માટે ઘોડિયું બને – કોણી દ્વારા બાળકનું માથું ટેકવાય તેમજ હાથ વડે તેનું શરીર . બાળકનું નાક સ્તનને ના અડકે તેમ, માતાના નીપ્પલની આજુબાજુનો વર્તુળ વિસ્તાર એ બાળકના ખુલેલા મો દ્વારા ઘેરાઈ જાય

સ્તનપાનનો સમયગાળો :

“શરૂઆતમાં તો સ્તનપાન બાળક જયારે ઈચ્છે ત્યારે આપી શકાય છે. WHO એ પણ એવી જ ભલામણ કરી છે કે પહેલા 6 મહિના ફક્ત માતાનું ધાવણ જ, બીજું કશું નહિ.”

સ્તનપાન કેટલો સમય ચાલુ રાખવું એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી. પરંતુ, તે સમય, સંજોગ અનુસાર બાળકની ઈચ્છા, પોષણની જરૂરિયાત, માતાની અનુકૂળતા વગેરે જેવા પરિબળો પર પણ આધારિત છે. આમ તો એવું કહેવાય કે માતાનું દૂધ છોડવા કે છોડાવવા માટે બાળક તથા માતા બંનેની તૈયારી કે અનુકૂળતા સ્વાભાવિકપણે જ સહજ રીતે ગોઠવાય ત્યારે એ સમય જ યોગ્ય રહેશે.

સામાન્ય રીતે સરેરાશ સવા થી દોઢ વર્ષ જેટલા સમય સુધી બાળક સ્તનપાન કરતુ હોય છે. ફરીથી કહું આ સમયગાળો દરેક બાળક માટે અલગ હોઈ શકે. 6 મહિના સુધીતો ફક્ત સ્તનપાન જ બાળકનો યોગ્ય અને પૂર્ણ આહાર છે. 6 મહિના પછી ધીમે ધીમે સ્તનપાન સિવાય ના આહાર તરફ જઈ શકાય પણ હા, 6 મહિના પછી પણ જયારે બાળક બહારનું દૂધ તેમજ અન્ય લીક્વીડ ખોરાક પચાવી શકવા સક્ષમ હોય એ સાથે પણ માતાનું દૂધ તો ચાલુ જ રાખી શકાય છે. પછી જેમ જેમ બાળકની વિકાસ માટેના આહારની જરૂરિયાત વધતી જાય તેમ તેમ તેને અનુકૂળ પૌષ્ટિક આહાર ચાલુ કરી શકાય છે તેમ તેમ સ્તનપાનની બાળકની ઈચ્છા તેમજ જરૂરિયાત બંને ઓછા થતા જાય છે

સ્તનપાનના અમૂલ્ય ફાયદા:

A. બાળકને થતા ફાયદા:

  • વિવિધ પ્રકારના ચેપજન્ય રોગો સામે સુરક્ષા આપે છે
  • ખૂબ સુપાચ્ય છે
  • ધાવણમાં રહેલા અંતઃસ્ત્રાવો, વિવિધ ચેપ સામે સુરક્ષિત રાખનાર દ્રવ્યો (એન્ટીબોડીઝ ) વગેરે તમામ બાળકની રોગ પ્રતીકારકતા મજબૂત કરી આપે છે
  • બાળકમાં કાનને લાગતો ચેપ, ઝાડા થવા, ફેફસાને લગતા ચેપ વગેરે સામે પ્રતીકારકતા આપે છે
  • ઉપરાંત, ભવિષ્યમાં મેદસ્વીતા, ડાયબીટીઝ તેમજ અસ્થમા જેવી બીમારીઓ જેમણે માં નું દૂધ નથી પીધું એવા બાળકમાં થવાની સંભાવના વધી જાય છે
  • ખાસ કરીને બાળકોમાં થતું લ્યુકેમિઆ (બ્લડ કેન્સર ), કે અટોપીક ડર્મેટાઈટીસ (ચામડીનો રોગ ) વગેરે જેવા રોગની સંભાવના પણ સ્તનપાન કરેલ બાળકમાં થવાની સંભાવના ઘટી જાય છે, એવું એક સર્વે દ્વારા જાણી શકાયું છે.

B. માતાને થતા ફાયદા

  • માતામાં અવિરત રીતે બનતા દૂધ ના પ્રવાહ દ્વારા જન્મદાતા એ તેના બાળક માટે જીવનદાતા બની જાય છે. જે તેના માટે સહુ થી મોટુ સૌભાગ્ય પણ છે અને ફાયદાકારક પણ.
  • ખૂબ સુપાચ્ય છે
  • સ્તનપાન બાળક અને માતા વચ્ચે એક સુરક્ષિત તેમજ હૂંફદાયક સંબંધનો સેતુ બાંધી આપે છે
  • માતા માં સ્તન કેન્સર, અંડપીંડનું કેન્સર , વગેરે જેવા રોગો સામે સ્તનપાન રક્ષણ આપે છે

સ્તનપાન અંગેની કેટલીક સમસ્યા:

ઘણી વખત સ્તનપાન અંગે કેટલીક નાની નાની સમસ્યા રહેતી હોય છે. કેટલીક થોડા સામાન્ય અખતરા કરવાથી સુલાજાવી શકાય છે, જયારે અન્ય કેટલીક સમસ્યા સામે યોગ્ય દવા કરાવવી જરૂરી હોય છે.એવી સમસ્યા જેમકે

સ્તનપાન કરાવતી વખતે માતાને નિપ્પલમાં પીડા થવી કે ચીરા પડવા

નિપ્પલમાં થી બ્લીડીંગ થવું

માસ્ટાઈટીસ (સ્તનમાં સોજા સાથે પીડા થવી )

માતાના સ્તન દ્વારા બાળકના મોમાં કે બાળકના મો દ્વારા માતાના સ્તનમાં ચેપ લાગવો

એગેલેકટીઆ (દૂધનો સ્ત્રાવ ખૂબ ઓછો કે ન થવો )

સ્તનપાન અંગેની સમસ્યાના હોમિયોપેથીક ઉપાય:

અહી ઉપર જાણેલી તકલીફોના સમાધાન માટે હોમીયોપેથીમાં કેટલીક શ્રેષ્ઠ દવાઓ છે. એમાય ખાસ કરીને જયારે માતામાં સ્તનપાન સંબંધી સમસ્યાને પરિણામે જયારે માતા બાળકને સ્તનપાન કરાવી શકવાના આનંદથી વંચિત રહી જાય છે ત્યારે આ દવાઓ જાદૂઈ રીતે એ આનંદને જાળવી રાખે છે

Leave A Reply