બાળકને વારંવાર થતા શરદી-ઉધરસ અને તેના ઉપાયો

  • Home
  • Gujarati
  • બાળકને વારંવાર થતા શરદી-ઉધરસ અને તેના ઉપાયો
વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સામાન્ય લાગે એવી તકલીફ છે, છતાં એ 0 થી 14 એટલે કે પુખ્ત થવા સુધીના બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે.

વારંવાર શરદી ઉધરસ એ ઉપરના શ્વસન તંત્રને લાગતા ચેપ ને લીધે થતી સમસ્યા છે. લગભગ 200 થીપણ વધુ વાઈરસ આ પ્રકારના ચેપ માટે જવાબદાર છે.. એક વાર શરદી ઉધરસ થાય એટલે 6 થી 10 દિવસ સુધીમાં જ રાહત થાય છે.

આ સમસ્યા જરા પણ જોખમી નથી. પણ હા, એ બાળકની પ્રતિકાર શક્તિની પરીક્ષા જરૂર કરી આપે છે. ઘણા માં – બાપ બાળકને શરદી ઉધરસ થયા નથી કે તુરંત જ ડોક્ટર અંકલ પાસે દવા લેવા લઇ જાય છે. આપણા શરીરના પ્રતિકાર તંત્રના કોષો મજબૂતપણે આપણી સરહદે રક્ષા કરતા સૈનિકની જેમ જ પ્રવેશતા પ્રત્યેક જીવાણું કે જંતુ સામે લડત આપતા જ હોય છે. જરૂર છે, એ પ્રતિકાર તંત્રને અંદરથી વધુ મજબૂત કરી લેવાની! માટે પ્રથમ તો એ સમજી લઈએ કે આ સમસ્યા માટે એન્ટીબાયોટીક પ્રકારની દવા એનો ઈલાજ નથી કારણકે લાગતો ચેપ એ વાઇરસને લીધે છે, એન્ટી બાયોટીક દવાઓ એ બેકટેરિઆ દ્વારા લાગતા ચેપ માં અસર કરે. આ સમસ્યા આમ તો જાતે જ મટી જાય છે કોઈ પણ પ્રકારની સારવાર વિના। પરંતુ, જો એ વારંવાર થતા રહે તો જરૂરથી યોગ્ય સારવાર કરાવવી જોઈએ જેથી બાળકની પ્રતિકારકતા વધારી શકાય।

કારણો :

શરદી, ઉધરસ આમ તો વરસ દરમિયાન ગમે તે ગાળામાં થઇ શકે. મોટેભાગે પાનખર અને શિયાળાની ઋતુના ગાળામાં વધુ જોવા મળે છે.

તેનો ચેપ એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાઈ શકે સીધા સંપર્ક દ્વારા અથવા વાતાવરણમાં વાઇરસના સંસર્ગમાં આવવાથી.

જેમને ચેપ લાગ્યો હોય તેમનો હાથ વડે બીજાને સ્પર્શ થયો હોય તો તેમને પણ પોતાનો હાથ આંખ, નાક કે મો ના સંપર્કમાં આવતા જ ચેપ લાગી શકે છે.

કેટલાક વાઇરસ કેટલાક સ્થળો ની સપાટી પર એકાદ દિવસ સુધી જીવિત રહી શકે છે

બાળક જયારે પ્રિ-સ્કૂલ, નર્સરી કે પ્લે સ્કૂલ માં જવાનું શરુ કરે ત્યારબાદ વધુ બાળકોના સંસર્ગમાં આવવાને પરિણામે તેને પણ ચેપ જલદી લાગી જવાની શક્યતા રહે છે. એ જ રીતે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા મોટા ભાઈ બેન ને લાગેલા ચેપ ને લીધે નાનું બાળક પણ તરત અસરગ્રસ્ત થઇ જતું હોય છે.

લક્ષણો :

લક્ષણોમાં શરદી, સુકી કે કફ વાળી ઉધરસ, આંખ તેમજ નાકમાં થી પાણી નીકળવું , નાક બંધ થઇ જવું, થોડી ઘણી છીંક આવવી, શરીર ગરમ લાગવું કે થોડો તાવ રહેવો કે ક્યારેક સુસ્તી રહેવી વગેરે જેવા સામાન્ય સંજોગોમાં રહ્યા કરતા હોય છે. એ ઉપરાંત, જો 3 વર્ષથી ઉપરના બાળકમાં જો અતિશય છીંકો આવે ને સાથે સાથે નાકમાં થી પાતળું પાણી દદડવાનું લગભગ એકાદ મહિનાથી પણ વધુ ચાલુ રહેતું હોય તો એવા બાળકને એલર્જી ની તકલીફ છે એવું કહી શકાય.

અહી, કેટલીક વાતો ખાસ જાણી લઈએ :

  • દરરોજ કરતા હોઈએ એ કરતા થોડી વધુ માવજત જાળવીએ તો ખૂબ વધુ સ્વસ્થ રહી શકાય
  • બાળક ને દરરોજ કઈ પણ ખાવા પહેલા, પછી તેમજ ઉધરસ કે છીંક આવ્યા બાદ નિશ્ચિત પણે હાથ ધોવાની આદત પડાવવી
  • જેમને ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓ સાથે જો બને તો બાળકનો સંસર્ગ ન કે ઓછો કરાવવો
  • જો બાળકને ઉધરસ ની તકલીફ થોડી વધારે જ હોય તો એમને ડે-કેર કે સ્કૂલ માં મોકલવાનું ટાળવું
  • શરદી થઇ હોય ત્યારે બાળકને લીંબુ કે વિટામીન c યુક્ત ફળો ન અપાય એ તદન ખોટી માન્યતા છે. વિટામીન c એ અસરગ્રસ્ત કોષોને જલદીથી જ સાજા કરવાનું અગત્યનું કામ કરે છે
  • ખાસ કરીને ઉધરસ આવે ત્યારે તેમજ છીંક આવે ત્યારે મોં આડે ચોખ્ખો રૂમાલ મૂકી દેવાનું શીખવવું
  • જો કોઈ કારણસર હોસ્પિટલમાં જવાનું થાય તો નાના બાળકને સાથે લઇ જવાનું સદંતર ટાળવું
  • રોગજન્ય જંતુઓને મારી શકે એવું ક્લીનર (disinfectant) ઘરમાં વસાવવું,ઘરની જ વ્યક્તિઓમાં ચેપ લાગતો અટકાવવા માટે ઉપયોગી બની રહે છે

ઉપાયો :

આમ તો શરદી ઉધરસ થવા એ જાતે જ મટી જતી સમસ્યા છે, પણ જેમ આપણે આગળ સમજ્યા એમ એ જો વારંવાર કોઈ પણ ઋતુમાં, કોઈ પણ પરિસ્થિતિ કે વાતાવરણમાં થયા કરતા હોય તો જરૂરથી પ્રતિકારકતા વધારવા માટે યોગ્ય આડઅસર રહિત સારવાર કરી શકાય.

હોમિયોપેથીમાં તો ખૂબ બધી દવાઓ એવી છે કે જે આપતા જ બાળકની મૂળભૂત તાસીરમાં જરૂર મુજબ ફેરફાર શરુ થઇ તેની પ્રતિકારકતા ને વધુ અસરકારક બનાવી દે છે.

બાળકોને તો શરૂઆત થી જ કોઈ પણ સમસ્યા માટે જો યોગ્ય હોમિયોપેથીક સારવાર લેવામાં આવે તો લાંબા સમય સુધી રોગ પ્રતિકારકતા જાળવવામાં તેમજ શારીરિક/બૌદ્ધિક /માનસિક વિકાસ ખીલવવામાં ખૂબ મદદરૂપ થાય છે.

કેટલાક ઘરગથ્થું નુસખા :

  • બાળકને દરરોજ સવારે નવશેકું ગરમ પાણી પીવડાવવાની આદત રાખવી
  • એક ગ્લાસ પાણી વાસણમાં લઇ તેમાં તુલસી, ફૂદીનાના પાન (હાથ વડે નાના નાના કાપી), થોડોક મરીનો ભુક્કો, ખમણેલું આદુ ઉમેરી લગભગ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકળ્યા બાદ કપમાં લઇ તેમાં મીઠું ને લીંબુનો રસ નાખી લગભગ ત્રણેક દિવસ સુધી પીવડાવી શકાય
  • નાગરવેલના પાનનો દીવા સાથે શેક કરી શકાય. એક ડીશમાં દીવો રાખી એની ઉપર કાણા વાળું ચાયની જેવું વાસણ ઊંધું મુકવું. એના પર નાગરવેલનાં 2-3 પત્તા મૂકી દેવા. હવે જે વરદ બહાર આવશે તે એ કાણા વાળા વાસણમાંથી થઇ ને એ પત્તા માં થી થઈને આવશે. એ પત્તાપર જાડુ કોટન નું નેપકીન કે કાપડ અડાડતા રહી ને એનો છાતી પર શેક લઇ શકાય.
  • બાળકને જો વધુ સુકી ઉધરસ રહેતી હોય તો દિવસમાં ત્રણેક વાર એક ચમચી મધ ચટાડી શકાય.

Leave A Reply