ડીસમેનોરિઆ – સ્ત્રીને દર મહીને મળેલી દુખાવાની ભેટ

  • Home
  • Gujarati
  • ડીસમેનોરિઆ – સ્ત્રીને દર મહીને મળેલી દુખાવાની ભેટ

સ્ત્રીઓ માટે ઋતુચક્ર એ માન ના માન મૈં તેરા મહેમાન જેવું છે. ચૌદેક વરસ ની ઉમર થી લઈને લગભગ પચાસેક વરસ સુધી દર મહીને આવતું રહે છે.

આ ઋતુચક્રમાં તેને ઘણા બધા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. જે આપણે આવનારા આર્ટીકલ્સ માં જોતા રહેશું. આજે જોઈએ ડીસમેનોરિઆ અને એના ઉપાયો વિષે……
ડીસમેનોરિઆ શું છે?

ડીસમેનોરિઆ એટલે કે માસિક સમયે થતો દુખાવો .આ એક એવી તકલીફ છે જે સ્ત્રીઓ ને ખુબ મુંજવતી હોય છે. આ તકલીફ માં સામાન્ય રીતે પેટ તેમજ પેડુ ના ભાગ માં દુખાવો રહેતો હોય છે.દુખાવો હળવો અથવા તો ખુબ વધારે એમ બંને પ્રકારે હોઈ શકે છે. હળવો દુખાવો એ સામાન્ય સંજોગોમાં પેડુના ભાગ માં ભાર તરીકે અનુભવાય છે, જે ખુબ થોડા સમય માટે જ હોય છે.પરંતુ અસહ્ય જણાતા દુખાવા ઘણી વખત એ જે તે સ્ત્રી ના રોજબરોજ ના કાર્યો પર ઘણા દિવસો સુધી અસર પહોચાડતા હોય છે. ક્યારેક તો એ વધુ પડતા બ્લીડીંગ સાથે પણ જોવા મળે છે.

દુખાવાની લાક્ષણિકતા સમજીએ તો કોઈ સ્ત્રી ને એ પેડુના ભાગમાં ચૂંક આવતી હોય એવું લાગે , તો કોઈ ને બળતરા કે જાટકા આવતા હોય એવું પણ અનુભવી શકે.

ડીસમેનોરિઆ ના પ્રકાર :

ડીસમેનોરિઆ ના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય:

1. પ્રાઈમરી ડીસ્મેનોરિયા

પ્રાઈમરી ડીસ્મેનોરિયા માં દેખીતી રીતે દુખાવાનું કોઈ જ કારણ હોતું નથી.

આ પ્રકારના દુખાવા સામાન્ય રીતે છોકરીને પુખ્ત વયે જયારે માસિક ચક્ર શરુ થાય છે એના ૬ મહિના થી ૧ વર્ષ ના સમય ગાળામાં જ શરુ થઇ જતા હોય છે. જે ખુબ સામાન્ય રીતે જોવા મળતી ફરિયાદ છે.

પ્રાઈમરી ડીસ્મેનોરિયા થવા પાછળ કેટલીક બાબતો અગત્ય નો ફાળો ભજવે છે, જેમકે

  • માસિક ચક્ર ની શરૂઆત ખુબ વહેલી થવી
  • ઘણા દિવસો સુધી માસિક ચક્ર ચાલુ રહેતું હોય,
  • મેદસ્વીપણું
  • સ્મોકિંગ
  • આલ્કોહોલ
  • કસરત નો અભાવ
  • માનસીક તાણ કે ટેન્સન
  • ખુબ જલ્દી જ વજન ઉતારવા પાછળ આંધળી દોટ

પ્રાયમરી ડીસમેનોરિઆ ના લક્ષણો:

બ્લીડીંગ શરુ થયાના એક દિવસ પહેલા કમરના છેક નીચેના ભાગ સુધી કે પગ સુધી દુખાવોી
સામાન્ય રીતે ૧૨-૨૪ કલાક અથવાતો અમુક કેસ માં ૨-૩ દિવસ સુધી દુખાવો રહેતો હોય છે.
સમય જતા દુખાવા માં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હોય છે.
દર મહીને એક સમાન માત્રા માંજ દુખાવો થાય એ જરૂરી નથી.

આ ઉપરાંત,માથાનો દુખાવો, થાક લગાવો, ચક્કર આવવા, સ્તન ભારે લાગવા વગેરે જેવા લક્ષણો પણ ઓછી માત્રામાં અનુભવતા હોય છે.

2. સેકન્ડરી ડીસ્મેનોરિયા

બીજો પ્રકાર સેકન્ડરી ડીસ્મેનોરિયા એટલે કે જેમાં દુખાવાનું એ સ્ત્રીના પ્રજનન તંત્ર સંબંધી કોઈ કારણ જોવા મળે છે. જેમકે

  • ગર્ભાશય માં ગાંઠ
  • પ્રજનન તંત્ર માં ચેપ,
  • એન્ડોમેટ્રીઓસીસ,
  • લીઓમાંયોમાં,
  • એડીનોમાંયોસીસ,
  • ઓવેરિયન સિસ્ટ

ગર્ભાશય માં ગર્ભનિરોધક સાધન જેમકે કોપર ટી મુકેલું હોવું વગેરે જવા કારણો જવાબદાર હોય છે.

સેકન્ડરી ડીસ્મેનોરિયા ના લક્ષણો :

  • દુખાવાની નોર્મલ પેટર્ન માં ફેરફાર થવો, એટલે કે પીરીયડસ દર વખત કરતા વધુ પેઈનફુલ રહેવા. અમુક સ્ત્રીઓમાં તો માસિક ચક્ર શરુ થવાના ઘણા બધા દિવસ પહેલાથીજ દુખાવો શરુ થઇ જતો જોવા મળે છે., અને તે છેક પૂરું થાય ત્યાં સુધી રહે છે.
  • અનિયમિત માસિક ચક્ર .
  • બે માસિક ચક્ર વચે બ્લીડીંગ થવું.
  • પહેલા કરતા ખુબ વધુ બ્લીડીંગ થવું.
  • વજૈનલ ડીસ્ચાર્જ થવો.

હોમોયોપેથીક સારવાર :

હોમોયોપેથીનો ખુબ અગત્ય નો ફાળો છે. એને અગત્યનો હું એટલે કહીશ કે એ દવાઓ કોઈ પણ પ્રકારની આડઅસર વિના મટાડે છે. બાકી દર મહીને ખવાતી પેઈન કિલ્લર દવાઓ સ્ત્રીને અતિશય નુકશાન પહોચાડે છે. એને લીધા કરવા કરતા તો દુખાવો સહન કરવો સારો … એવી મરી ખાસ સલાહ જોકે, હોમિયોપેથીમાં આ તકલીફનો સ્યોર અને અકશીર ઈલાજ છે… ખાસ કરીને calcarea carb, natrium muriaticum, pulsatilla, magnesium phos , colocynth, Belladonna, Cimicifuga જેવી ઘણી દવાઓ ડીસ્મેનોરિયા મટાડી શકે છે. ઘણી વખત તો એવું પણ બન્યું હશે કે , magnesium phos જેવી દવાના એક માત્ર ડોઝે જ એ દરદીને કન્સલ્ટીંગ રૂમમાં થી બહાર નીકળતા પહેલા જ રાહત નો શ્વાસ લેવડાવી દીધો હોય. Secondary dysmenorrhoea ધરાવતી સ્ત્રીઓ માં તેનું જવાબદાર કારણ જાણી એને અનુરૂપ યોગ્ય હોમિયોપેથીક સારવાર થઇ શકે.

આ ઉપરાંત, દવાની સાથે સાથે ગરમ પાણીની કોથળીનો શેક પેડુના ભાગ માં કરવાથી પણ રાહત મળે છે.

પ્લેસીબો :

“Pain is temporary. It may last a minute, or an hour, or a day, or a year, but eventually it will subsideand something else will take its place. If I quit, however, it lasts forever.”

Leave A Reply

Contact us on WhatsApp