હાયપરથાયરોઈડીસમ

હાયપરથાયરોઈડીસમ

થાયરોઇડ ગ્રંથી શરીર માં ગળા ના ભાગમાં સ્થિત હોય છે. જેમાંથી ખાસ પ્રકાર ના અંતસ્ત્રાવ T3, T4, TSH થાય છે. અંતસ્ત્રાવ ની માત્રા નું સંતુલન જળવાયી રહે એ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. કારણકે ચયાપચય ની ક્રિયાઓનું નિયમન આ સ્ત્રાવ હેઠળ થાય છે જેથી આ સ્ત્રાવ નું અસમતુલન શરીર માં ઘણી બધી સમસ્યા નો ઉદભવ કરે છે. હોમીઓપથી આ બીમારી ના દરદી ની સારવાર કરવા માટે ખુબ અકસીર છે.

સામાન્ય રીતે બે પ્રકાર ની થાયરોઇડ ની સમસ્યા જોવા મળે છે. તેમાંથી એક પ્રકાર છે હાયપરથાયરોઈડીસમ. જેમાં T3, T4 નું પ્રમાણ વધે છે સાથે TSH નો અપૂરતો સ્ત્રાવ થાય છે. અને જેથી ચયાપચય ની સમગ્ર ક્રિયાઓ ના દર માં ફેરફાર થાય છે.

જે શરીર અને મન માં વિવિધ પ્રકાર ની તકલીફ ઉભી કરે છે.

  • વધુ પડતી ભૂખ
  • ખુબ પરસેવો થવો
  • માસિક માં અનિયમિતતાા
  • વધુ પડતો થાક લાગવો, સ્નાયુ માં નબળાઈ નો અનુભવા
  • ઊંઘ ની સમસ્યાો
  • વજન માં ઘટાડો થવો
  • હૃદય ના ધબકારા માં અનિયમિતતા. દા.ત ધબકારા વધી જવા
  • વધુ પડતો ઝાડો થવો ા
  • ત્વચા પાતળી થઇ જવી
  • વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બંને પ્રકારની વિવિધ તકલીફ નો અનુભવ કરે છે અને જે તેની રોજિંદી કાર્ય કરવાની કાર્યક્ષમતા માં બદલાવ લાવે છે અને વ્યક્તિ ના સ્વભાવ માં આવતો ફેરફાર પણ આ બીમારી નું એક લક્ષણ છે.

હોમીઓપથી દવાઓ ના સેવન થી વ્યક્તિ પોતાની શારીરિક તેમજ માનસિક સમસ્યા નો અચૂક તેમજ અકસીર ઈલાજ પ્રાપ્ત કરી શકે છે.

વહેલી તકે વ્યક્તિ એ આ બીમારી ની ટ્રીટમેન્ટ માટે વિચારવું જોઈએ.

હોમીઓપથી દવાઓ હમેશા વ્યક્તિ અને તેના રોગ ને જાણી, ઊંડાણમાં અભ્યાસ કરી, અને દરેક જરૂરી પાસાઓ ને ધ્યાન માં લઈને પ્રીસ્ક્ર્યાબ કરવા માં આવે છે. જેથી દરદી ની સમસ્યા નું નખશિખ વર્ણન દરેક હોમીઓપેથ માટે ખુબ આવશ્યક છે. અને સંપૂર્ણ કેસ લીધા બાદ આપવામાં આવતી દવાઓ એ એક નહિ પણ દરદી ના સંપૂર્ણ લક્ષણ ના સમૂહ ને આવરી લે છે તેમજ તેની કોઈ આડઅસર નથી.

Thyroidinum, pulsatilla, lycopodium, iodum, calc iod, ars alb, etc. જેવી ઘણી દવાઓ ખુબ અસરકારક નીવડે છે.

પણ યોગ્ય દવા ફક્ત સંપૂર્ણ કેસ લીધા બાદ જ હોમીઓપેથ દ્વારા નક્કી કરવમાં આવે છે.

Leave A Reply