અમુક કિસ્સાઓમાં તો એ ખૂબ મોટી ઉમર સુધી એટલેકે 14 – 15 વર્ષની ઉમરના બાળકમાં પણ એ સમસ્યાનો હલ નથી થતો હોતો. હવે આવે વખતે બાળક જો થોડું મોટું હોય તો એની આ સમસ્યાને લઈને માનસિક સ્થિતિ, માં – બાપનું વલણ, ઘરના બીજા બાળકો કે અન્ય સભ્યોનું વલણ વગેરે જેવા પરિબળો બાળકના મન પર થોડીઘણી અસર પાડતા હોય છે.
સામાન્યતઃ બાળક સમજણું થાય એવા સમયે એટલે કે દોઢ – બે વર્ષની ઉમર દરમિયાન આપોઆપ તેમજ માતાપિતાની ટોઇલેટ ટ્રેઈનીંગની મદદથી મૂત્રાશય પરનો કંટ્રોલ આવી જતો હોય છે. એટલે કે પેશાબ કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે યોગ્ય સમયે અને સ્થળે જવું એવી સમજ ઉમેરાવાની શરૂઆત થાય છે. પછી એ પ્રમાણે એ એક આદતનો જ ભાગ બની જાય છે. પણ હા, એ સમજ કેટલાકમાં થોડી ઘણી મોડી હોઈ શકે પરંતુ કેટલાક બાળકોમાં એ સમજણની ઉમર તો આવી જાય છે, પણ છતાં મૂત્રાશયની કોથળી ભરાય એ પછી હવે ખાલી કરવાની છે એવા સિગ્નલ્સ સમયસર પહોંચવામાં ક્યાંક ગેરસમજણ ઉભી થાય છે. દિવસે તો જાગૃત અવસ્થાને પરિણામે કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ રાત્રે પથારી ભીની કરવાની સમસ્યા શરુ થઇ જાય છે. અમુક કિસ્સાઓમાં તો એ ખૂબ મોટી ઉમર સુધી એટલેકે 14 – 15 વર્ષની ઉમરના બાળકમાં પણ એ સમસ્યાનો હાલ નથી થતો હોતો. હવે આવે વખતે બાળક જો થોડું મોટું હોય તો એની આ સમસ્યાને લઈને માનસિક સ્થિતિ, માં – બાપનું વલણ, ઘરના બીજા બાળકો કે અન્ય સભ્યોનું વલણ વગેરે જેવા પરિબળો બાળકના મન પર થોડીઘણી અસર પાડતા હોય છે. મારી પ્રેક્ટિસના એકદમ શરૂઆતના ગાળામાં આવેલો એક પેશન્ટ મને યાદ છે. લગભગ નવેક વર્ષનું એક બાળક લગભગ એક અઠવાડિયામાં પાંચ રાત અચૂકપણે પથારીમાં પેશાબ કરી જતો. આ ઉમરના બાળક અને તેની માતા બંને માટે આ સમસ્યા સ્વાભાવિકપણે જ ક્ષોભજનક હતી. કોઈક કારણસર એ સમસ્યાની જાણ મિત્ર વર્તૂળમાં થઇ જતા એ બાળકે શરમને પરિણામે સ્કૂલે જવાનું પણ ઓછું કરી દીધું હતું. એટલું જ નહિ એ બાળકે પોતાના માતા પિતાને પણ શાળા એ ન જવા પાછળનું કારણ સમજાવવાનું ટાળ્યું. પછી એ બાળકનો વિગતે કેસ લેતા તેના તમામ પ્રકારના ડર, રાત્રે ઊંઘમાં આવતા અત્યંત ભય ઉપજાવતા સપના એ ભયને પરિણામે ઉદભવતી તેની માનસિક સ્થિતિ કે જેને લીધે સામાન્ય સંજોગોમાં ભય ન લાગે તેવી નાની નાની બાબતોમાં પણ લાગતો એનો ડર મને સમજાયો. એ બાળકના અર્ધજાગ્રત મનમાં પ્રસ્થાપિત થઇ ચૂકેલ એ ડરને હું એકદમ નજીકથી સમજી શકી. અહી મારે એ બાળક નો ‘પથારીમાં થતો પેશાબ’ જ અટકાવવાનો ન હતો.!!! પણ એ બાળકને ભયમુક્ત કરવાનો હતો, એ ભયને લીધે ક્યાંક ને ક્યાંક સંકુચિત થયેલ અત્યારની માનસિકતા અને ભવિષ્યની સંભવિત સંકુચિતતાઓને પણ સ્વસ્થ કરવાની હતી. જે દેખાવે નાની પણ કામ કાજે મોટી એવી હોમિયોપેથીક દવા એ કામ કરી આપ્યું। એ બાળક પથારીમાં પેશાબ કરવાનું તો પહેલા 15 દિવસમાં જ ઓછું થઇ ગયું ને 2 મહિનામાં તો તદન બંધ પણ થઇ ગયું પણ ઘણા અંશે એ તેના ‘મૂળ રોગ – ભય’ માંથી પણ સફળતાપૂર્વક બહાર આવી ગયો. પથારીમાં પેશાબ થઇ જવાની સમસ્યા તો એ બાળકને રોગમુક્ત કરી શકવાનું માત્ર નિમિત હતી, એકમાત્ર અરીસો હતો એના આંતરમન તરફ ઝાંખી શકવાનો. યાદ રહે, દરેક બાળક આ પ્રકારે ડર સાથે જ આવે એવું નથી. પણ ઘણા કિસ્સાઓમાં કોઈ ને કોઈ સાયકોલોજીકલ પરિબળ પણ ભાગ ભજવતા હોય છે. ક્યારેક માતા પિતામાં વચ્ચે કે ઘરમાં થતી અણબનાવ કે અન્ય કોઈ તણાવ કે પછી ઘરમાં બીજા બાળકનો જન્મ વગેરે જેવા કે અન્ય કોઈ પણ કારણ ને લીધે પણ બાળકના અર્ધજાગ્રત મન પર અસર થઇ શકે.હવે તમે જ વિચારો!! મારી પાસે આ જ સમસ્યા લઈને આવતા 10 બાળકોને શું હું સમાન દવા આપીશ ? બિલકુલ ના જ. એ દરેક બાળક એકબીજાથી સંપૂર્ણ અલગ હશે. એક હોમીયોપેથ તરીકે એ દરેકની અલગતા ને સંપૂર્ણ સમજીને અપાતી દવા જ એને રોગમુક્ત કરી શકશે હશે, આ તો કેસની વાત થઇ. પણ ઘણાખરા માતા પિતા આ સમસ્યા માટે એમના બાળકની આળસ કે બેજવાબદારી ને કારણભૂત માનતા હોય છે. પણ હકીકત એવી જરાય નથી.ઉલટું એ તો ઉપરથી નાના મોટા ભાઈ બહેન કે આજુબાજુના બીજા બાળકોની મજાક પત્ર ન બની જાય એ માટે બચવાના વિચારમાં રહે છે.એક બાળકને જો એને મુંજવતી તકલીફ બાબતે કહી શકવાની જગ્યા યોગ્ય વ્યક્તિ દ્વારા અપાય એટલું પૂરતું છે. આવે સમયે બાળક પર કોઈ કટાક્ષ કે બીજા પાસે એની ટીકા ન કરતા એને એવો દિલાસો આપવાની જરૂર છે કે આ સમસ્યા બીજા બાળકોમાં પણ હોય છે ને એ બહુ આરામથી મટી પણ શકે છે. અને આમે આ જરા પણ ગંભીર સમસ્યા તો છે પણ નહિ!!! આ સમસ્યા કયા કારણે રહે છે એનું કોઈ ચોક્કસ કારણ તો નથી જ, પણ નીચે મુજબના પરિબળો ચોક્કસપણે ભાગ ભજવી શકે.
પથારીમાં પેશાબ થઇ જવાના સંભવિત કારણો:
પેશાબ અમુક માત્રામાં ભરાઈ ગયા છતાં મૂત્રાશય દ્વારા બ્રેઇનને સંદેશ પહોંચવામાં મોડું થવું, જેથી મગજ અને મૂત્રાશય વચ્ચે ગેરસમજણ ઉભી થાય છે કેટલાક મત મુજબ ADH અંતઃસ્ત્રાવ કે જે મૂત્રપિંડમાં રાત દરમિયાન ઓછું મૂત્ર બનવા માટે જવાબદાર છે તેની માત્ર ઓછી હોવી કેટલાક બાળકોમાં ઊંઘ ખૂબ ઊંડી આવવાના પરિણામે મગજ સુધી મૂત્રાશય ભરાઈ જવાનો સંદેશ પહોંચતો જ નથી ઉપરાંત, જૂજ કિસ્સાઓમાં મૂત્રપિંડ કે મૂત્રાશય માં લાગેલો ચેપ, કે અન્ય કોઈ ખામી કરોડરજ્જુ સંબંધી તકલીફ કે ડાયબિટિઝ જેવી સમસ્યાને પરિણામે બાળકમાં આ સમસ્યા જોવા મળી શકે.પણ દરેક કિસ્સામાં કોઈ ને કોઈ કારણ જવાબદાર હોય જ એવું નથી. અજમાવી શકાય એવા કેટલાક નુશ્ખા બાળકને દરરોજ સુતા પહેલા ઓછી માત્રામાં પાણી પીવે એ બાબતે પ્રોત્સાહિત કરવું। અહી પાણી ઓછું પીવાય એ હેતુ નથી, પણ રાત્રે સુવ ના પહેલા ઓછું પાણી પીવાય એ હેતુ છે. મૂત્રાશયમાં પેશાબ રોકી શકાય એમાં તે કસરત કરાવવી: જેમકે પેશાબ કરવાની જરૂરિયાત હોય છતાં જાતે જ પેશાબ રોકવાના હેતુ થી જે રીતે સ્નાયુઓને રોકતાં હોઈ એ રીતે દિવસમાં 5 -7 વાર યાદ કરીને કરાવવું ઉપરાંત, પેશાબ થવા દરમિયાન પણ પેશાબ પોતાની જ ઈચ્છાથી રોકવાની-છોડવાની પ્રક્રિયા પણ ચાલુ પેશાબે થોડી સમજાવટથી બાળકને કરાવી શકાય . માતા પિતાના પ્રોત્સાહન થી કે દવાથી બાળક જેટલા દિવસ પથારી ભીની નથી કરતો એ બદલ તેને કંઇક ભેટ કે ગમતી વસ્તુ આપી શકાય માટે એનું પ્રોત્સાહન વધી શકે. ઉપાય: રાત્રે પથારીમાં બાળકથી પેશાબ થઇ જાય એ કોઈ મોટી કે ગંભીર સમસ્યા નથી. તેમજ એનો ઈલાજ પણ એકદમ સરળ છે. જે કિસ્સાઓમાં ખરેખર ચિંતાજનક સ્થિતિ હોય તેવા બાળકો માટે તો સરસ હોમિયોપેથીક સારવાર છે જ.
હોમિયોપેથીક દવાઓ બાળકને આ સમસ્યામાંથી તો બહાર કાઢે જ છે પણ સાથે સાથે ઉપરના કેસમાં જોયું એમ સમસ્યા સાથે સંકળાયેલ કોઈ પણ સાયકોલોજીકલ તકલીફમાંથી પણ સફળતાપૂર્વક રાહત આપે છે અને સાચા અર્થમાં બાળકને મનઃ શારીરિક રીતે સ્વસ્થ બનાવે છે. વળી, હોમિયોપેથીક દવાઓ સ્વાદે મીઠી હોવાથી બાળક સહેલાઈથી લઇ લે છે એટલું જ નહિ ઉલટાનું એ દવા સમય કરતા જલદી પૂરી કરી નાખે છે. ખિલખિલાટ: દેખાતા એકાદ – બે લક્ષણ જ માત્ર રોગ નથી. વ્યક્તિની તાસીર, લક્ષણોની વિશેષતા, માનસિકતા, કોઈ પણ પરિસ્થિતિ માટેનો તેનો અભિગમ, અર્ધજાગૃત મનની સ્થિતિ – એ બધાનો સરવાળો એટલે જે તે વ્યક્તિનો રોગ