કેન્સર થવા ના કારણો તો અનેક છે, ને છતાયે મોટાભાગ ના કિસ્સા માં આંગળી ચીંધી શકાય એવું એકેય કારણ જડતું નથી
ક્યારેક અનુકુળતા એ સમાજ માં કેન્સર શા માટે આટલું વધી ગયું છે એ વિષે વિસ્તૃત ચર્ચા તો કરશું જ પણ આજે એટલું જરૂર સમજી લઈએ કે કેન્સર સામે કોઈ એક જ હથિયાર થી લડવા ને બદલે જો બહુઆયામી અભિગમ થી કેન્સર સામે લડીશું તો કેન્સર સામે જીતવા ની શક્યતાઓ ઘણી વધી જશે.
કેન્સર આપના અત્યાર ના સમાજ નો એક અતિવ્યાપ્ત રોગ બની ચુક્યો છે એ વાત , આપણે સ્વીકારવી જ પડશે. એક અભ્યાસ મુજબ જો આ જ ગતિ એ કેન્સર સમાજમાં પ્રસરવા નું ચાલુ રહ્યું તો …કદાચ 2030 સુધી માં હાલ માં જેટલા લોકો ને કેન્સર છે તેમાં 81% જેટલો વધારો જોવા મળશે.
1. સમયસર નિદાન થાય એની જાગૃતિ રાખીએ
2. નિદાન થાય એને લડાયક વૃત્તિ થી સ્વીકારીએ
મોટાભાગ ના લોકો અહી જ હારી જતા હોય છે ને દર્દી ના સગાવહાલા પણ ઘણી વાર દર્દી ને કહેવાનું ટાળે છે પણ એનું પરિણામ એ આવે છે કે દર્દી બિચારો છેક મૃત્યુ ના ઉંબરે પહોચી જાય ત્યાં શુધી એ જ દ્વિધા માં રહે છે કે મને થયું છે શું? છતાં સગાવહાલા ઓ ની આંખો માં તો એને નિરાશા , ભય અને ચિંતા જ દેખાય છે. આવી સ્થિતિ માં રાખવા ને બદલે દર્દી ને હિંમત અને આશા આપી ને પણ સત્ય જણાવી જ દેવું અને દર્દી એ પણ એ સત્ય સ્વીકારી કેન્સર સામે ની જંગ માં સહકાર આપવો.યુવરાજસિંહ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
3. નિદાન થયા પછી તેની સારવાર બહુ આયામી કરીએ
કેન્સર એ માત્ર એલોપેથી નો વિષય છે એવું હું નથી માનતો. કેન્સર એ એલોપથી, હોમીઓપેથી,આયુર્વેદ,સંગીત ચિકિત્સા રેકી …આ તમામ નો વિષય છે.
કોઈ સારવાર મન મજબુત કરવા માં મદદ કરે છે, કોઈ સારવાર કેન્સર ના કોષ ને મારે છે , કોઈ સારવારફરી થી ના થાય એનું ધ્યાન રાખે છે, તો કોઈ સારવાર કેમો કે રેડીઓ થેરેપી ની આડઅસરો ઓછી કરવા માં મદદ કરે છે અને આ બધું સાથે કરવા માં પણ કઈ બગડતું નથી …આપ એ બધું જ સાથે કરી જ શકો,હા ..ખોટા મોટા દવા કરનારા કે ઓછી વૈજ્ઞાનીક વાતો કરનારા લે ભાગું ડોકટરો થી જરૂર બચવું.
એક હોમીઓપેથ ડોક્ટર હોવા ના નાતે અને કલીનીક માં કેન્સર વિભાગના કેસ જોતો હોવા ના નાતે હું એટલું જરૂર કહી શકું કે
હોમીઓપેથી કેન્સર ને મટાડવા માં , કેન્સર ની સારવાર ની આડઅસર ઓછી કરવા માં ,તેનું રીકરંસ ઘટાડવા માં અને જો ના જ મટી શકે એમ હોય તો વ્યક્તિ ને મૃત્યુ સુધી તકલીફ વિનાનો સમય આપવા માં આ બધા તબક્કે અગત્ય નું કાર્ય કરે છે એ વાત ખાસ ધ્યાન માં રાખશો.
હોમીઓપેથી દવાઓ ખાસ કરી ને,
- કેમોથેરાપી તેમજ રેડીઓથેરાપી ની સાથે લઇ શકાય
- વ્યક્તિ ને મન – તન થી મજબુત રાખવા માં મદદ કરે
- હોમીઓપેથી દવાઓથી કેમો – રેડીઓ થેરાપી ની આડઅસર ઓછી થાય
- હોમીઓપેથી દવાઓ કેન્સર નું રીકરન્સ – ( ફરી વખત થવું ) ની શક્યતાઓ ઓછી કરી શકે
- એવા વ્યક્તિ જેમને એક ય બીજા કારણોસર કેન્સર ની એલોપેથી સારવાર કરવી શક્ય ના હોય એવા જો હોમીઓપેથી દવાઓ લે તો એમને ચોક્કસ ફાયદો થાય છે
અને હા સૌથી મહત્વ નું ,સ્વસ્થ મન, વ્યસનમુક્તિ અને સ્વસ્થ જીવનશૈલીએ કેન્સર ના થાય અને થાય તો તરત મટી શકે એની શ્રેષ્ઠ ચાવી છે. નહિ તો હોમીઓપેથી તો છે જ.