ચાંદીપુરા : જાણવા લાયક માહિતી
લક્ષણ, અટકાવવાના ઉપાય, સારવાર
ચાંદીપુરા વાયરસ ઈન્ફેક્શનનો પ્રથમ કેસ 1965 મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં સામે આવ્યો છે. જેથી તે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે.
કેવી રીતે ફેલાય?
ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતીની માખી) રોગ માટે જવાબદાર મનાય છે. આ માખી કાચા મકાનોની દીવાલની તીરાડોમાં અથવા મકાનની રેતી અથવા માટીથી બનેલા ભાગોમાં રહેવાનુ પસંદ કરે છે. આ વાયરસ મચ્છર, બગાઈ કે રેતીની માખીઓ જેવા વહકોના કરડવાથી ફેલાય છે. જે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં અસર થતી જોવા મળે છે. ગુજરાતમાં લગભગ દર વર્ષે ચાંદિપુરા નાં કેસિસ જોવા મળે છે. આ વર્ષે કેસ ઝડપથી વધી રહ્યા છે
9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં આ વાયરસનું જોખમ રહે છે. તેના ચેપને કારણે મગજમાં સોજો વધે છે. આગળ જતાં ઝડપથી ન્યુરોલોજીકલ સ્થિતિમાં ફેરવાય છે. આ કેસ માં તપાસ અને સારવારમાં વિલંબ એ દરદીના જીવને જોખમમાં ચોક્કસપણે મૂકી શકે છે
ચાંદીપુરા વાયરસ લક્ષણો :
તેનાં લક્ષણો અચાનક શરૂ થાય છે અને ઝડપથી દરદીની હાલત બગડે છે, માટે તે ઘાતક છે
આ વાયરસ નાં ચેપને કારણે એન્સેફેલાઈટીસ નું પણ જોખમ રહે છે
તેનાં લક્ષણોમાં
સખત તાવ આવવો,
માથાનો દુખાવો,
થાક લાગવો,
ખેંચ આવવી,
પેટમાં દુખાવો થવો,
ઝાડા ઉલટી થવા,
લક્ષણોની શરૂઆત થયા બાદ 48 થી 72 કલાકમા મૃત્યુની સંભાવના રહે છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે.
રોગને અટકાવવાના ઉપાયના ભાગ રૂપે
લાંબી બાય નાં કપડાં પહેરવાં
મચ્છરદાની નો વપરાશ કરવો
સ્વચ્છતા જાળવવી
રોગ પ્રતિકારક શક્તિ જાળવવી
જંતુનાશક દવાઓનો આસપાસના વિસ્તારમાં છંટકાવ કરવો
જંગલી કે ઘરેલુ પ્રાણીઓ થી અંતર જાળવવું
રોગની સારવાર :આરામ કરવો, પૌષ્ટિક આહાર અને ખૂબ વઘુ માત્રામાં પાણી પીવું.
હજુ સુધી આ વાયરસ ની કોઈ વિશેષ દવા બની નથી સમયસર તપાસ ખૂબ જરૂરી બની રહે છે.
સેકન્ડરી ઇન્ફેક્શન લાગવાના ચંસિસ પણ રહે છે
હોમીઓપેથી સારવાર લક્ષણો ને કાબૂમાં રાખવામાં ચોક્કસપણે મદદ કરી શકે. જરૂરી ઈલાજની સાથે સાથે જો સમયસર હોમીઓપેથીક દવા શરૂ કરી શકાય તો દર્દીને લક્ષણો આગળ વધી જવા સામે થોડી રાહત આપી શકાય
દવાઓ જેવીકે બેલાડોના
જેલસેમિયમ,
સ્ટ્રેમોનિયમ,
હેલાબોરસ,
એપિસ મેલીફિકા વગેરે અલગ-અલગ લક્ષણો ને કાબુ કરવા માં ખુબ ઉપયોગી સાબિત થાય છે
ઉપર જણાવેલ દવાઓ તાવ થી લઈને મગજના ચેપ સુધી ની સમસ્યા સામે રક્ષણ આપી શકવા સક્ષમ છે
નોંધ: કોઈ પણ દવા ડોકટર ની સલાહ મુજબ જ લેવી. દવાઓના નામ ફક્ત જાણ હેતુ જ છે.