હાયપોથાઇરોડીઝમ
થાયરોઇડ ગ્રંથી આપણા નો સ્ત્રાવ શરીર માં ગળા ના ભાગમાં સ્થિત હોય છે. જેમાંથી ખાસ પ્રકાર ના અંતસ્ત્રાવ T3, T4, TSH થાય છે. અંતસ્ત્રાવ ની માત્રા નું સંતુલન જળવાયી રહે એ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. કારણકે ચયાપચય ની ક્રિયાઓનું નિયમન આ સ્ત્રાવ હેઠળ થાય છે જેથી આ સ્ત્રાવ નું અસમતુલન શરીર માં ઘણી બધી સમસ્યા નો ઉદભવ કરે છે. હોમીઓપથી આ બીમારી ના દરદી ની સારવાર કરવા માટે ખુબ અકસીર છે.
સામાન્ય રીતે બે પ્રકાર ની થાયરોઇડ ની સમસ્યા જોવા મળે છે.
તેમાંનો એક પ્રકાર છે હાયપોથાયરોઈડીસમ. જેમાં TSH નું પ્રમાણ વધી જાય છે. T3 અને T4 પુરતી માત્રા માં બનતા નથી જેથી અનેક તકલીફ શરીર માં પ્રવેશે છે. મેડીકલ સાયન્સ ના મુજબ, આ બીમારી ને ઇમ્યુન ડિસીસ ની કક્ષા માં મૂકવામાં આવે છે. આ સમસ્યા મોટા ભાગે આનુંવાન્શિકતા ના લીધે જોવા મળે છે. કેટલીક એન્ટીબાયોટીક અને સ્ટેરોઈડ દવા ઓ ની આડ અસર પણ તે માટે જવાબદાર કારણ છે અને સાથે લાઈફસ્ટાઇલ, સ્વાસ્થ્ય ને લઇ ને થતી બેદરકારી પણ કેટલાક અંશે રિસ્ક ફેકટર તરીકે જવાબદાર છે.
- માસિક માં અનિયમિતતા
- ચીડિયાપણું
- સુકી ત્વચા
- ચેહરા પર સોજા દેખાવા
- સ્નાયુ માં દુખાવો
- સાંધા જકડાઈ જવા
- કબજીયાત
- ઉદાસીનતા
- વધુ પડતો થાક અને અશક્તિ
- વજન વધવું
- વાળ ખરવા
- ઊંઘ ની સમસ્યા જેવા ઘણા લક્ષણ હાયપોથાયરોઈડીસમ માં જોવા મળે છે. માણસ માનસિક રીતે પણ ઘણી બધી રીતે પીડાય છે માટે હોમીઓપથી દવાઓ કાયમ વ્યક્તિ ની શારીરિક તેમજ માનસિક તકલીફો ને ધ્યાન માં રાખી ને આપવામાં આવે છે અને હોમીઓપથીક મેડીસીન ની કોઈજ આડઅસર ના હોવાને લીધે અને સાથે તે દરદીને સંપૂર્ણપણે જાણી, સમજી ને અપાતી હોવાને લીધે દરદી ની તક્લીફ માં ઘણી રાહત તેમજ સાથે સંકળાયેલ બીજી અનેક સમસ્યા નો ઉકેલ ચોકકસપણે થાય છે.
Thyroidinum, calc carb, graphites, calc iod અને બીજી ઘણી દવાઓ આ બીમારી માં ખુબ અસરકારક કાર્ય કરે છે અને આ દવા દરદી ને સંપૂર્ણ કેસ લીધા બાદ જ પ્રીસ્ક્ર્યાબ કરવામાં આવે છે.