સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી

  • Home
  • Gujarati
  • સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી
સ્વાઈન ફ્લુ માં દર્દી માં બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે છે.

સ્વાઈન ફ્લુ શું છે?

સ્વાઈન ફ્લુ એ એક પ્રકાર નો ફ્લુ એટલે કે તાવ જ છે પણ એ થોડો વધારે ચેપી છે અને એમાં દર્દી માં ચિન્હો બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે એ પરિસ્થિતિ માં બહુ જ ઝડપી લાવી દે છે.

ચિન્હો:

  • ૧૦૦’ થી વધારે તાવ
  • ગળા માં બળતરા
  • નાક થી પાણી નીકળવું
  • માથા નો દુખાવો
  • શરીર નો દુખાવો
  • ભૂખ મરી જવી
  • ઉધરસ – ખાસ કરીને કુત્તા ખાંસી ( barking cough)
  • ૨/૩ દિવસ પછી શ્વાસ લેવા માં તકલીફ
  • ઝાડા –ઉલટી જેવું લાગવું

તકેદારી ના પગલા :

  • શક્ય એટલું સ્વચ્છ ખોરાક , પાણી
  • વારંવાર હાથ ધોવા
  • ભીડ માં જવા નું ટાળવું જાઓ તો મોઢે રૂમાલ બાંધવો
  • જેમને ખાંસી , શરદી થઇ હોય એ લોકો થી દુર રહેવું એમને પણ રૂમાલ બાંધવા ફરજ પાડવી

ઉપાયો :

સ્વાઈન ફ્લુ થયા પછી તેને રોકવો ઘણો અઘરો છે અને તેમની દવા અઈસોલેસન વોર્ડ માં દવા ‘તેમીફ્લું’ દ્વારા થતી હોય છે પણ તેને થતો જ રોકવા ના ઉપાયો જરૂર અપનાવવા જેવા છે :

  • હોમીઓપથી માં દવાઓ જેમ કે Influenzinum ,Ars. Alb , Bryonia , Rhus Tox વગેરે વ્યક્તિ માટે એક વેક્સીન જેટલી જ અસરકારક રીતે સ્વાઈન ફ્લુ અટકાવવા નું કામ કરે છે. તે શ્વસનતંત્ર ની રોગપ્રતિકારક શક્તિ ને એ પ્રમાણે વધારે છે કે સ્વાઈન ફ્લુ કે અન્ય કોઈ પણ પ્રકાર ના ફ્લુ થવા ની શક્યતા ઓ નહીવત થઇ જાય છે.
  • દરરોજ ગરમ પાણી પીવું
  • તુલસી , આદૂ , મરી તેમ જ અરડૂસી નો ઉકાળો બનાવી લઇ શકાય.
  • શરદી થઇ હોય તો ઉકળતા પાણી માં અજમો નાખી તેની વરદ નાક થી લેવી ( નાસ લેવો)
  • નાક ઠંડુ ન પડે એનું ધ્યાન રાખવું, રૂમાલ + માસ્ક એમ ૨ લેયર પણ કરી શકાય.

Leave A Reply