સ્લીપ પ્રોબ્લેમ “ સ્ટે આઉટ ઓફ માય વે”

  • Home
  • Gujarati
  • સ્લીપ પ્રોબ્લેમ “ સ્ટે આઉટ ઓફ માય વે”

 

સ્લીપ ડીસોર્ડેર… ઓહો હો. ક્યાર થી થયો તમને?

સાવ જ ઊંઘ નથી આવતી કે શું? ઊંઘ ની ગોળીઓ ચાલુ કરી કે નહિ?

આવા કેટલા પ્રશ્નોઊંઘ થી પીડિત વ્યક્તિ ને આસપાસ ના લોકો દ્વારા પૂછવામાં આવે છે અને તેને માનસિક રીતે માયકાંગલો કરી દેવામાં આવે છે. આ વલણ ને લીધે ઊંઘ ની સમસ્યા થી પીડાતો દરદી અંદર અંદર મુંજાયા કરે છે, ઘણીહાનીકારક દવાઓ નો સહારો લે છે અને જીવ ને જોખમ માં મુકે છે.

ઊંઘ ના આવવી એ આજ ના જમાના માં ખુબ ચર્ચાતો સેન્સીટીવ ઇસ્યુ છે અને સમગ્ર વિશ્વ માં તેનો વ્યાપ દિવસે દિવસે વધતો ગયો છે. ડાયેટ, લાઈફસ્ટાઈલ, અમુક શારીરિક સમસ્યા, માનસિક સમસ્યા, ડિપ્રેસન, તાણ અને બીજા અનેક પરિબળો આ માટે જવાબદાર છે.

જો આજ સમયે કોઈ એવું ઔષધ કેદવા મદદ માં આવે તો દરદી ના માંહ્યલા માં નવી ઉર્જા પ્રસરે અને ફરી પાછુ એક આશા નું કિરણ ઉદભવે. એવું જ ઉતમ અને અકસીર ઔષધ એટલે હોમીઓપથી ની નાની ને મીઠી સાબુદાણા જેવડી ગોળીઓ.

આદવાઓ ખુબ અસરકારક રીતે સ્લીપ ડીસઓર્ડર ના કેસીસ માં કાર્ય કરે છે અને ઉતમ ભૂમિકા ભજવે છે અને એટલું જ નહી પણ આ દવાઓ વ્યક્તિ ને નખશિખ સમજી, તેની સમસ્યા ને ઝીણવટ થી અભ્યાસ કરી, તાસીર ને પારખી, બધી જ વિગતો ને આવરી ને નિષ્ણાત હોમીઓપેથ દ્વારા અપાય છે અને આ દવાઓ દરદી ના ઊંઘ ના પ્રશ્ને ને જડમૂળ થી દુર કરવાની ક્ષમતા ધરાવે છે.

દવાઓ ની કોઈજ આડઅસર કે સાઈડઇફેકટ ના હોઈ આ દવાઓ ને વિશ્વસનીય, સફળ તેમજ સરળ અને સંપૂર્ણ માનવામાંઆવે છે.

કારણ કે રીસર્ચ સ્ટડી પ્રમાણે મોડર્ન મેડીસીન ફક્ત સ્લીપ રીલેટેડ કેસીસ માં માણસ ના બ્રેઈન માંરહેલા સ્લીપસાથે સંકળાયેલાસેન્ટર્સ ની સેન્સીટીવીટી સાથે રમત રમે છે જે વ્યક્તિ ને તો એવો જ અનુભવ આપે છે કે દવાઓ થી તેની તકલીફ માં સુધારો કે બદલાવ આવી રહ્યો છે અને ઈમ્પ્રુવ થઇ રહ્યો છે જયારે અંદર થી અનેક ગણા નુકસાન નો ભોગ બની રહ્યો છેઅને એમાં પણ જો વ્યક્તિ આ દવાઓ લેવાનું બંધ કરે તો તકલીફો નો વંટોળ ફરી થી વ્યક્તિ ને ઘેરી લે છે અને એ પણ વધારે પ્રવેગ થી.

થોડા સમયસર ચેતી જઈએ અને સમાજ માં પણ જે લોકો ઊંઘ ના પ્રશ્ન થી તકલીફ માં મુકાય છે એમને પણ જાગૃત કરીએ અને ચોક્કસ રીતે યોગ્ય દવા લેવાની સુચના આપીએ જેથી દરદી ને પૂર્ણ નિદાન મળે અને દરદી કોઈ પણ પ્રકાર ની આડઅસર નો ભોગ ન બને.

 

હોમીઓપથી સારવાર પધ્ધતિ માં પુષ્કળ પ્રમાણ માં ઉત્કૃષ્ટ દવાઓ ઉપલબ્ધ છે. જેમકે passiflora, coffea, nux vomica, sulphur, opium, kali phos, અને આવી ઘણી બધી દવાઓ સ્લીપ ના કેસીસ માં ખુબ કુશળ રીતે કામ કરે છે. પણ યોગ્ય દવા ની પસંદગી અને યોગ્ય ટ્રીટમેન્ટ તો ફક્ત સફળ અને અનુભવી હોમીઓપથીક ડોક્ટર દ્વારા જ થઇ શકે.

મ્યુઝીક થેરાપી આ દિશા માં અચૂક રીતે ધ્યાન માં લઇ શકાય કે જેની મદદ થી દરદી ના રોગ માં સમગ્ર રીતે બદલાવ આવે છે અને જીવન ની ગુણવત્તા બદલાય છે.

અવેકન નામ ની એપ્લીકેશન દરદી ના ઊંઘ ના પ્રશ્નો તેમજ અનેક પ્રકાર ના માનસિક અને શારીરિક પ્રશ્નો ને ધ્યાન માં લઈને વિકસાવામાં આવી છે. જેનો અનેક દર્દીઓ ઊંઘ ના પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે ઉપયોગ કરે છે અને તેમાના ઘણા દર્દીઓ એ પોતાના સ્લીપ ના પ્રોબ્લેમ માં હોમીઓપથીક દવાઓ અને મ્યુઝીક ના સંગમ થી સરસ રીતે બદલાવ અનુભવ્યો છે.

આ ઉપરાંત ડીસ્ટન્ટ રેકી ના યોગ્ય ઉપયોગ થી ઊંઘ માં ઘણું ઈમ્પ્રુવમેન્ટ  જોવા મળે છે. જે અનેક રીતે અસરકારક નીવડે  છે.

હોમીઓપથીક દવાઓ અને મ્યુઝીક ના આ સુમેળ સુગમ થી ઊંઘનાઆપ્રોબ્લેમ ને જ ઊંઘાડી દઈએ અનેફરી થી ગોદડાં ની હુંફ માં હરખાયીયે ને નવી જ સવાર સાથે, નવી ઉર્જા સાથે નુતન આવતીકાલ નો ઉદભવ કરીએ.

અને સ્લીપ પ્રોબ્લેમ ને “ સ્ટે આઉટ ઓફમાય વે” કહીએ.

 

 

Leave A Reply

Contact us on WhatsApp