સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠ ને ફાઈબ્રો એડીનોમા કહેવામાં આવે છે.
આ ગાંઠ એ સ્તનની ગ્રંથીના કોશ પેશીઓ ની જ બનેલી એકદમ સામાન્ય કહી શકાય એવી ગાંઠ છે .
સામાન્ય રીતે 15 થી 35 વર્ષની ઉમરની સ્ત્રીઓમાં આ પ્રકારની ગાંઠ જોવા મળે છે .
30 વર્ષથી નાની ઉમરની સ્ત્રીઓમાં જોવા મળતી ગાંઠો પૈકી ફાઈબ્રોએડીનોમા એ સૌથી સામાન્ય રીતે જોવા મળતી ગાંઠ છે .
ફાઈબ્રોએડીનોમા ના લક્ષણો:
આ પ્રકારની ગાંઠ એ કોઈ વાર એક જ ગઠ્ઠા તરીકે જોવા મળે તો કોઈ સ્ત્રીમાં એક કરતા વધુ ગઠ્ઠા ના જાળા સ્વરૂપે અને એવુએ બંને સ્તનમાં પણ જોવા મળી શકે .
આ પ્રકારની ગાંઠ પર સ્ત્રીમાં કાર્યરત અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન નો પ્રભાવ ખુબ જોવા મળે છે . અમુક અવસ્થાઓમાં એ ગાંઠની સાઈઝ માં વધ ઘટ જોવ મળતી રહે છે. છોકરીમાં માસિકધર્મ શરુ થાય એ સમય -ગાળા થી માંડીને એની પ્રજ્નાન્ક્ષમ ઉમર દરમિયાન આ પ્રકારની ગાંઠ જોવા મળતી હોય છે। ઉપરાંત,દર મહીને માસિક આવતા પહેલા તેમજ જે સ્ત્રીને આ પ્રકારની ગાંઠ હોય તો એ સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન એ ગાંઠના માપ માં વધારો થતો જોવા મળે છે.
એ ગાંઠ નો માપ 1 સેમી થી લઈને કેટલાક કેસ માં 5 સેમી કે તેથી વધુ પણ હોય છે
એ ગાંઠ નીચે મુજબની લાક્ષણીક્તાઓ ધરાવે છે
- સ્તનની ત્વચા નીચે સહેલાઈથી ફરી શકે
- દુખાવા રહિત
- રબ્બર જેવી
ફાઈબ્રોએડીનોમાના કારણો:
આપણે અગાઉ જોઈ ગયા એમ ફાઈબ્રોએડીનોમા પ્રકારની ગાંઠનું કોઈ ચોક્કસ દેખીતું કારણ જણાયું નથી હા અલગ અલગ અવસ્થાઓમાં એના માપમાં માં થતી વધ ઘટ એ ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ને આભારી છે. 10% કેસીસમાં આ પ્પ્રકારની ગાંઠ જાતે જ નાની થઇ મટી જતી જણાઈ છે અને 20% કેસીસ માં એ મટી ને ફરીથી નવી થતી પણ જોવા મળે છે
સ્ત્રીની મેનોપોઝ (માસિકધર્મ સદંતર પૂરું થયું હોય એવો સમયગાળો)અવસ્થામાં ભાગ્યેજ ફાઈબ્રો એડી નોમા જોવા મળે છે
ફાઈબ્રોએડીનોમા ના ઉપાયો:
આમતો ફાઈબ્રો એડી નોમાં પ્રકારની ગાંઠમાં અન્તઃસ્ત્રવી વધઘટ ને પરિણામે ફેરફારો થતા રહેતા હોય છે .સૌ પ્રથમ તો ગાંઠની જાણ થાય કે તુરંત જ ડોક્ટર પાસે તેના માપ વગેરેનું અવલોકન કરાવી લેવું જોઈએ .ઉપરાંત સમયાંતરે તેના માપમાં કોઈ ફેરફાર થાય છે કે ની એ પણ ચોક્કસપણે જાણતા રહેવું જરૂરી બની રહે છે.
એ સ્ત્રી એ જાતે પણ હાથ વડે જરૂરી દબાણ આપી ને અવલોકન કરતા રહેવું હિતાવહ છે એ ગાંઠ નો માપ, તેમજ તેની જગ્યાને લીધે થતા દુખાવાને આધારે ઘણા ડોક્ટર્સ ઓપરેશન કરાવવાની સલાહ આપતા હોય છે પરંતુ એ ફરી થઇ જવાની શક્યતાઓ પણ પછી ઉભી જ રહે છે
હવે વાત કરીએ હોમિયોપેથીની
હોમિયોપેથીમાં આ પ્રકારની ગાંઠનો ચોક્કસપણે એકદમ અકસીર ઈલાજ શક્ય છે ,જે ગાંઠને સદંતર ,મટાડી શકે છે
એટલું જ નહિ, મટ્યા પછી ફરી ગાંઠ થઇ જવાની તાસીર માં પણ હોમિયોપેથીક દવા જડ્મુળ થીજ ફેરફાર લાવી શકે છે
શરીરમાં આ પ્રકારે થતી ગાંઠ એ પણ વ્યક્તિનું અગત્યનું પ્રકૃતિગત લક્ષણ છે .અહી વ્યક્તિને થતા પ્રકૃતિગત રોગોમાં જડમુળ થી ઠીક થાય એ રીતે અપાતી સારવાર હોમિયોપેથી દ્વારા જ શક્ય બનતી હોય છે .ઉપરાંત સ્ત્રીના જીવનમાં અલગ અવસ્થાઓમાં અન્તઃસ્ત્રવોના પ્રમાણ તેમજ કાર્યમાં ખુબ ફેરફારો થતા રહેતા હોય છે એમાં જો કોઈ ખલેલ પહોચે તો એને પહોચી વળવા માટે પણ એવી ઘણી દવાઓ હોમિયોપેથી માં છે જ.