પાર્કિન્સન મોટેભાગે ૫૦ થી વધુ વર્ષ ની વ્યક્તિ ને થતો રોગ છે.આમ છતાં કેટલાક કિસ્સા માં યુવાની માં કે બાળપણ માં જોવા મળે છે
હમણાં જ કેટલાક સમય પહેલા કોઈ ટીવી પર ના સ્વાસ્થ્ય સંબંધી ટોક શો માં જવા નું થયું , એમાં એક દર્શકે ફોન પર પાર્કિન્સન ની હોમીઓપેથીક સારવાર વિષે પૂછ્યું અને એના પર થી મને ધ્યાન માં આવ્યું કે વાચકવર્ગ ને પણ કદાચ આ રોગ વિષે જાણવા માં અને તેની હોમીઓપેથી સારવાર વિષે જાણવા માં રસ જરૂર પડશે.
પાર્કિન્સન ડીસીઝ છે શું ?
પાર્કિન્સન એ એક ચેતાતંત્ર સાથે સંકળાયેલો રોગ છે મૂળ તો. જેમાં વ્યક્તિ ના શરીર ની તમામ મુવમેન્ટસ માં જે ખુબ અગત્ય નો રોલ પ્લે કરે છે તે ડોપામીન ને તૈયાર કરતા કોષ નાશ પામવા લાગે છે. પરિણામ સ્વરૂપ વ્યક્તિ ની તમામ પ્રકાર ની મુવમેન્ટસ પર અસર પડે છે અને ઘટવા માંડે છે.
પાર્કિન્સન મોટેભાગે ૫૦ થી વધુ વર્ષ ની વ્યક્તિ ને થતો રોગ છે.આમ છતાં કેટલાક કિસ્સા માં યુવાની માં કે બાળપણ માં જોવા મળે છે પણ મોટેભાગે તો એ માત્ર ૫૦ પછી જ થાય છે અને પુરુષ અને સ્ત્રી બને માં જોવા મળે છે
પાર્કિન્સન ના કારણો:
પાર્કિન્સનનું કારણ આમ તો બહુ સ્પષ્ટ હજી શોધી શકાયું નથી છતાં જો ફેમીલી માં થયેલ હોય તો થવા ની શક્યતાઓ થોડી વધુ રહે છે .
આ ઉપરાંત અન્ય કેટલાક રોગ જેમ કે એઇડ્સ, મેનીન્જાઈટીસ, વધુ પડતો નશાકારક દ્રવ્યો નો ઉપયોગ ,કેટલીક દવા ઓ નો વધુ પડતો ઉપયોગ અને ચેતાતંત્ર ના જ અન્ય કેટલાક રોગ ના ભાગ રૂપે પણ પર્કીન્સોનીસમ થાય છે .
પાર્કિન્સન ના ચિન્હો :
- ચહેરા પર હાવભાવ નો અભાવ
- ધ્રુજારી,અતિ ધીમી ચાલ
- રીજીડ મુવમેન્ટસો
- ઘટતી જતી યાદશક્તિ
- ડીપ્રેશન
- ચાલવા માં બેલેન્સ નો અભાવ
- લો બ્લડ પ્રેશર વી. જેવા ચિન્હો મુખ્યત્વે જોવા મળે છે
ઉપાય :
એલોપેથી માં પાર્કિન્સન ની કોઈ જ સ્પષ્ટ સારવાર હજી શોધાઈ જ નથી . હા એને બને એટલો કંટ્રોલ કરવા માટે કેટલીક દવા ઓ વપરાય છે . આ ઉપરાંત નિયમિત વાંચન , મન ફ્રેશ રાખવું , યોગ્ય ખોરાક વગેરે જેવી જનરલ લાઈફ સ્ટાઈલ ને યોગ્ય રાખવા ની સલાહ ખાસ અપાય છે. હોમીઓપેથી માં પાર્કિન્સન ની કેટલીક અકસીર દવાઓ છે જેમ કે ,
Causticum , Zincum Met. , Agaricus , Plumbum Met. , Lac – Can , Alumina , Gelsemium વી જેવી દવા અસરકારક રીતે કામ કરે છે , પણ હા દવા ખુબ જ લાંબો સમય , નિયમિત કરવા થી જ યોગ્ય પરિણામ મેળવી શકાય છે.