ફાઈબ્રોઈડ એ સ્ત્રીના પ્રજનનક્ષમ સમયગાળામાં જોવા મળતી ગર્ભાશય માં થતી સાદી એટલે કે કેન્સરગ્રસ્ત ના હોય તેવી ગાંઠ.
જે ગર્ભાશયની દિવાલના સ્નાયુઓમાં જોવા મળે છે.જે એક અથવાતો એકસાથે ઘણી બધી ગાંઠોના જુમખામાં પણ જોવા મળે છે.
અંદાજે સરેરાશ દર 10 મહિલામાંથી 2 ને એની મેનોપોઝ અવસ્થા પહેલા જાણતા કે અજાણતા ફાઈબ્રોઈડ થયેલી જોવા મળે છે.
આમતો ફાઈબ્રોઈડ ને ગર્ભાશયની ગાંઠ તરીકે જ ઓળખવામાં આવે છે પરંતુ અહી, ગાંઠ એટલે કેન્સર જ નહી કે પછી એ ગાંઠ કેન્સરમાં પરીણમવાની શક્યતાઓ રહે છે એવું પણ નહી.
ફાઈબ્રોઈડને લીધે સ્ત્રીને તેના સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો વેઠવી પડે છે.
સામાન્ય રીતે ફાઈબ્રોઈડ ધરાવતી સ્ત્રીમાં જ્યાં સુધી માસિકધર્મ ચાલુ રહે છે ત્યાં સુધી તેને ગર્ભાશયમાં ધીમી ગતિથી વિક્સિત થતી રહે છે. તેની સાઈઝમાં ખુબ ભિન્નતા જોવા મળે છે, એ ખુબ નાની પણ હોઈ શકે તેમજ આખા ગર્ભાશયને સમાવીલે એટલી મોટી પણ હોઈ શકે. એટલે કે નાના વટાણાથી માંડીને મોટા ઓરેન્જ સુધીની ગમે તેટલા માપની હોઈ શકે છે.
ફાઈબ્રોઈડને ગર્ભાશય માં તે કઈ જગ્યા એ વિકસિત થઇ છે એ પ્રમાણે નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય :
મયોમેટ્રીઅલ : ગર્ભાશયની સ્નાયુ દીવાલમાં
સબમ્યુકોસલ : ગર્ભાશયની પોલાણ તરફની સપાટીની નીચે
સબ સીરોઝલ : ગર્ભાશયની બહારની સપાટીની નીચે
ફાઈબ્રોઈડના કારણો:
ફાઈબ્રોઈડ થવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાઈબ્રોઈડ શા માટે થાય છે એ અંગે ઘણી માન્યતાઓ પ્રચલિત છે જ પરંતુ તે 100% તથ્ય છે એવું કહેવું અસંભવ છે.
હા એટલું જરૂર જાણી શકાયું છે કે સ્ત્રીના પ્રજનન તંત્ર માટે કાર્યક્ષમ બે અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પૈકી ઇસ્ટ્રોજન ના પ્રમાણ માં થતી વધઘટ ક્યાંક ને ક્યાંક ની વૃદ્ધિ થવા માટે કારણભૂત છે. ઘણાખરા કિસ્સામાં ફાઈબ્રોઈડ હોવાની જાણ એ સ્ત્રીને થતી હોતી નથી, કારણકે એના કોઈ ચોક્કસ લક્ષણો જોવા મળતા નથી હોતા.અમુક કિસ્સામાં જો કોઈ સ્ત્રીને ફાઈબ્રોઈડ થયેલ હોય અને તે ગર્ભવતી થાય તો એ ફાઈબ્રોઈડની સાઈઝ માં વધારો થતો હોય છે એની ગર્ભાવસ્થા દરમિયાન,પરંતુ ફરી બાળકના જન્મ બાદ વધેલી સાઈઝ પછી ઘટતી જોવા મળે છે. એ જ રીતે મેનોપોઝ અવસ્થા દરમિયાન જયારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે એ સમયગાળામાં સામાન્ય રીતે નવી ફાઈબ્રોઈડ થતી નથી અને જે થયેલ હોય એની સાઈઝમાં પણ ઘટાડો જોવા મળે છે.
ફાઈબ્રોઈડના લક્ષણો:
માસિકની અનિયમિતતા જેવીકે,
ઉપરાંત ફાઈબ્રોઈડના તેના માપ, સ્થાન તેમજ એ આજુબાજુના પેડુના અવયવોની કેટલી નજીક છે એ મુજબ અલગ અલગ લક્ષણો હોઈ શકે .
મોટા કદની ફાઈબ્રોઈડ નીચે મુજબની તકલીફ ઉભી કરી શકે
- પેડુના નીચેના ભાગમાં દબાણ લાગવું
- પેડુના નીચેના ભાગમાં હળવો છતાં સતત રહેતો દુખાવો
- કમરનો દુખાવો
- મૂત્રાશય પર આવતા દબાણ ને લીધે વારંવાર પેશાબ માટે જવાની ઈચ્છા થવી
- મળાશય પર લગતા દબાણ ને લીધે મળત્યાગ વખતે તકલીફ થવી અને ક્યારેક દુખાવો થવો
- સંભોગ સમયે દુખાવો થવો
પ્રજનન ક્ષમતા સંબંધી પ્રતિકુળતા જેમકે,
- વ્યંધત્વ,
- વારંવાર થતી કસુવાવડ
- ડીલીવરી સમયે થતા દુખાવા સંબંધી તકલીફો
- વધુ પ્રમાણમાં થતા બ્લીડીંગને પરિણામે અનિમિઆ
ફાઈબ્રોઈડના ઉપાયો:
આમતો ફાઈબ્રોઈડ નો કોઈ ચોક્કસ ઈલાજ શક્ય નથી બન્યો. ઉપરાંત, ફાઈબ્રોઈડની વૃદ્ધિને કાબુમાં રાખવા માટે અપાતી અન્તઃસ્ત્રવોની દવાઓ પણ લાંબા ગાળે અલગ અલગ આડઅસરો આપી શકે છે. આવી સ્થિતિમાં સર્જરી જ એનો રહ્યોસહ્યો ઉપાય બની રહેતો હોય છે. એવા કિસ્સામાં ગર્ભાશય ને જ કઢાવી નાખવું(જો અનુકુળ હોય તો) એવો નિર્ણય આજ કાલ ખુબ સહેલાઈથી લેવાતો થઇ ગયો છે . જે મારા મતે ઉતાવળિયો તેમજ ગેરવ્યાજબી છે.
“હોમિયોપેથીમાં એવી ઘણી દવાઓ છે,જે થતો દુખાવો તેમજ માસિકની અનિયમિતતાને કાબુમાં રાખી શકે છે. ઉપરાંત વ્યક્તિની પ્રકૃતિ જાણી ને અપાયેલી વ્યક્તિગત દવા જો એ દરદી લાંબો સમય ચાલુ રાખે તો ફાઈબ્રોઈડની ગાંઠમાં પણ મહદઅંશે કાબુ રાખી શકે છે. ખાસ કરીને તો અન્તઃસ્ત્રવી અવ્યવસ્થાને કાબુમાં લાવવા હોમિયોપેથીક દવા જ ખુબ અસરકારક અને આડઅસર રહિત સાબિત થાય છે . ઉપરાંત,ફાઈબ્રોઈડ ને લીધે થતા વધુ બ્લીડીંગ ને લીધે ઉદ્ભવતા લક્ષણો -અશક્તિ, અનિમિઆ વગેરેની સંભાળ લેવામાં પણ હોમિયોપેથી સરસ ફાળો આપે છે.”
એકદમ ઘરગથ્થુ તેમજ કરવા યોગ્ય જરૂરી ઈલાજની વાત કરીએ તો ,
- કેસ્ટર ઓઈલ એટલે કે એરંડિયા ના તેલનો પેડુના ભાગમાં મસાજ કરવો
- હળવી કસરત એ ઇસ્ટ્રોજન ના પ્રમાણ ને બેલેન્સ કરવામાં ,તેમજ દુખાવો ઓછો થાય એ માટે જરૂરી ઘટક ને બ્લડ માં જમા કરવામાં ખુબ અસરકારક બની રહે છે