ગર્ભાવસ્થા દરમિયાન થતા ઉબકા ઉલટી ને એકદમ સામાન્ય ભાષામાં મોર્નિંગ સીક્નેસ્સ તરીકે ઓળખીએ છીએ.
આ પ્રકારની સમસ્યા તમામ સગર્ભા સ્ત્રીઓ પૈકી 50% થી પણ વધુ સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે જ જોવા મળે છે.
આમતો આ તકલીફને તકલીફ ન કહેતા ખુબ સામાન્ય રીતે જોવા મળતું ગર્ભાવસ્થાનું પહેલું લક્ષણ છે .
મોર્નિંગ સીક્નેસ્સના લક્ષણો સામાન્ય રીતે ગર્ભ રહેવાના 4 થી 6 અઠવાડિયાથી શરુ કરીને લગભગ 14 થી 16 અઠવાડિયા સુધી રહેતા હોય છે .અમુક માતાઓમાં ગર્ભાવસ્થાના તમામ 9 મહિના દરમિયાન પણ થોડી ઘણી માત્રામાં રહેતા હોય છે
આમતો મોર્નિંગ સીક્નેસ્સના લક્ષણોમાં મોટે ભાગે ઉબકા ઉલટીની ફરિયાદ જોવા મળે છે .સાથે સાથે અમુક સ્ત્રીમાં કોકવાર હળવો માથાનો દુખાવો પણ રહેતો હોય છે . જે સવારે વહેલા ઉઠતાની સાથે જ શરુ થઇ જાય છે ,ને જેમ જેમ દિવસ ચડે છે એમ ઓછા થતા જોવા મળે છે. તેના નામ પ્રમાણે ફક્ત સવારના ગાળા પુરતું માર્યાદિત ન રહેતા એના લક્ષણો દિવસના કોઈ પણ સમયગાળામાં જોવા મળી શકે છે .
કોક સ્ત્રીઓમાં તો રંધાતા ખોરાક કે બીજ કોઈ ખાદ્ય પદાર્થ ની ગંધ નાકે પડતાની સાથે જ વોમીટીંગ થશે એવું અનુભવતી હોય છે
ઘણી વખત અમુક કિસ્સામાં જયારે ઉલટીનું પ્રમાણ એટલું વધારે હોય કે જેને પરિણામે કૈઇ પણ ખાય ને તરત જ એ ઉલટી રૂપે બહાર નીકળી જાય એવું પણ બનતું હોય છે .આ પ્રકારના લક્ષણને હાઇપરઈમેસીસ ગ્રેવીડેરમ કહે છે . જે શરીરમાં પાણીનું અપૂરતું પ્રમાણ ,પોષણ સંબંધી સમસ્યા કે બીજા જોખમી પરિણામો પણ ઉભા કરી શકે છે .આ પ્રકારની સમસ્યા જુજ જોવા મળે છે છતાં તુરંત જ યોગ્ય સારવાર માગી લેનારી છે .
ઘણી વખત હળવી માત્રામાં થતા ઉબકા ઉલટી પણ જો આખો દિવસ યથાવત રહે તો એ માતા માટે થકવી નાખતી તકલીફ બની રહે છે .
મોર્નિંગ સીક્નેસ્સના સંભવિત કારણો:
- મોર્નિંગ સીક્નેસ્સ થવા પાછળનું કોઈ એક જ કે સચોટ કારણ જણાયું નથી .આમછતાં, એકસાથે ઘણા કારણોને લીધે ગર્ભાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારોને પરિણામે જ આ પ્રકારની તકલીફ થતી હોય છે
- ગર્ભાવસ્થાના શરૂઆતના સમયગાળામાં હ્યુમન કોરીઓનીક ગોનેડોટ્રોપીન જે સ્ત્રાવ થાય છે તે ક્યાંકને ક્યાંક પરોક્ષ રીતે ઉબકા ઉલટી થવા માટે અમુક અંશે જવાબદાર ગણાય છે .
- ઈસ્ટરોજન નામના અન્તઃસ્તાવની પણ થોડા ઘણા અંશે માતામાં શારીરિક અસર પડે છે
- ગર્ભવતી માતાઓમાં નજીકના વાતાવરણમાં ફેલાયેલી ગંધ કે દુર્ગંધ પારખવાની ક્ષમતા થોડી અસામાન્ય થઇ જતી હોય છે .જેને પરિણામે બ્રેઈન દ્વારા ઉલટી થવા માટે જવાબદાર પરિબળો એક્ટીવ થાય છે
- એક ધારણા પ્રમાણે અમુક સંવેદનશીલ સ્ત્રીઓમાં તાણની સીધી અસરના ભાગરૂપે પણ શારીરિક રીતે ઉબકા ઉલટીની સમસ્યા જોવા મળે છે.
મોર્નિંગ સીક્નેસ્સના ઉપાયો:
ગર્ભાવસ્થાના એકદમ શરૂઆતના સમયગાળામાં થતી સામાન્ય ઉલટી ઘરે જ થોડી યોગ્ય સંભાળ દ્વારા જ માતા નું ધ્યાન રાખી શકાય .
જેમકે, થોડા થોડા સમયે કઈ ને કઈ ફાવે એવું લીક્વીડ ઓછી માત્રામાં લેતા રહેવું જોઈએ .જેમકે, ફ્રૂટ જ્યુસ, ગ્લુકોઝનું કે લીંબુ પાણી .
ઉપરાંત, એવું કહી શકાય કે SMALL SMALL FEEDS, JUST LIKE A LITTLE KID એટલેકે એક નાના બાળકની જેમ ઓછી માત્રામાં પણ ઓછા સમયાંતરે કઈ ને કઈ લેતા રહેવું વધુ હિતેવાહ છે .જેથી એકસાથે વધુ બલ્કમાં ખાવાથી થતી અસરને ટાળી શકાય
ખાસ તો જે ખાદ્ય પદાર્થને જોતા કે તેની ગંધ થી તકલીફ થતી હોય એ જાણી લઇ ને એ જ ખોરાક ને શક્ય હોય તો ટાળવો અથવાતો એને બીજા સ્વરૂપમાં એટલે કે એમાં સ્વાદ ના મનભાવતા ફેરફાર કરીને લઇ શકાય
સવારે ઉઠ્યા બાદ એક ચમચી લીંબુ રસ અને એક ટીપા જેટલો આદુનો રસ લઇ શકાય જો ફાવે તોતેમજ લવિંગ વગેરે ચૂસવાથી પણ ઉબકામાં થોડો ફર્ક પડી શકે
આ બધું કર્યા છતાં પણ જો ઉબકા ઉલટીની તકલીફ કાબુમાં ન રહેતી હોય એવા કિસ્સામાં રોલ આવે છે હોમિયોપેથીનો .
ગર્ભાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં માતાના સ્વાસ્થ્યની સાથે બાળકનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે એ એટલું જ આવશ્યક બની રહે છે . હવે આ સમયે જો માતા તેની કોઈ પણ તકલીફ માટે આડઅસર રહિત તેમજ કુદરતી તત્વોમાંથી બનતી દવાઓ દ્વારા સારવાર લે તો તે માતા તેમજ બાળક બન્ને માટે ખૂબ જ આવશ્યક બની રહે છે .
હોમિયોપેથીમાં એવી ખુબ બધી દવાઓ છે જે આ પ્રકારની સમસ્યામાં ખુબ સચોટ સંભાળ રાખે છે જેમકે,
Colchicum એ ખાસ કરીને જેમને ખોરાક ને જોતાની સથે જ તો ખરું પણ એના વિચાર માત્રથી પણ ઉબકાની શરૂઆત થઇ જાય છે એમના માટે જાદુઈ કામ કરે છે
Ipecacuanha જેવી દવા જેમને સતત ઉબકા ઉલટી ચાલુ જ રહેતા હોય અને ઉલટી થવાથી પણ ઉબકા માં કોઈ ફેર ન પડતો હોય તેમજ પથારીમાં સુટાની સાથે જ તકલીફ વધતી હોય તેવી સ્થિતિમાં શ્રેષ્ઠ સાબિત થાય છે
Nux vomica જેમને સવારમાં જ થોડુક ખાતાની સાથે જ ઉબકા શરુ થઇ જતા હોય તેવી સ્થિતિમાં જો દેવાય તો તુરંત જ પેટની ખોરાક માટેની સંવેદિતા ઘટાડી ને રાહત આપે છે
આ ઉપરાંત,
- Lactic acid
- Arsenicum album
- Calcarea carb
- Iris ver
- Kreosotum
- Lycopodium
- Natrum sulph
- Phosphorus
- Pulsatilla
- Sepia
- Sulphur
- Tabacum
વગેરે ઉપરાંત બીજી ઘણી દવાઓ સચોટ લક્ષણોને અનુરૂપ જો આપવામાં આવે તો તુરંત રાહત આપે છે.
અહી દર્શાવેલ દવાના નામ એ માત્ર વાચકની જાણકારી માટે જ છે. ડોકટરના દર્શાવ્યા વિના દવાનો જાત પ્રયોગ કરશો નહિ.