કોરોનાને જ નહિ એના ડરને પણ જીતીએ

  • Home
  • Gujarati
  • કોરોનાને જ નહિ એના ડરને પણ જીતીએ

 

 

 

 

 

કોરોનાને જ નહિ એના ડરને પણ જીતીએ

કોરોના એ સમગ્ર વિશ્વ્ ને પોતાના પ્રભાવ હેઠળ પીડા ,ડર અને ચિન્તા ના વાદળ થી ઘેરી લીધું છે. સઘળું વિશ્વ્ આ સંકટ માંથી  બહાર  નીકળવા  ના  અથાક પ્રયત્નો કરી રહ્યું છે અને સતત કાર્યરત રહેતી મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલ ડોક્ટર્સ આ જીવલેણ રોગ ના ભોગ બનેલા દર્દીઓ માટે દિવસ રાત ઝઝૂમી રહ્યા છે અને ખુબ જ નિષ્ઠાપૂર્વક પોતાનું  શ્રેષ્ઠ આપી રહ્યા છે.

છતાંય દરરોજ અનેક ગણા દર્દીઓ  તેનો ભોગ બને  છે અને કેટલાક  લોકો મૃત્યુ નો ભોગ બને  છે.

સાયકોલોજિકલ અને સાયકો સોમેટિક ડિસઓર્ડર બમણી ગતિ થી વધી રહ્યા છે અને એમાં પણ કોરોના વાયરસ ને લીધે થયેલી આ વૈશ્વિક બીમારી એ આ પ્રકાર ના ડિસઓર્ડર ને વિપુલ પ્રમાણ માં ઉતેજીત કરી છે. અને વ્યક્તિ ના મન ની ઉર્જા ને પ્રદુષિત અને કુમળી બનાવી રહી છે.

દિવસે દિવસે આ બીમારી નો ડર મન માં પેસતો જાય છે અને તેમાં પણ નબળા  મન ના માણસ ને એ અનેક ગણો ચિંતાતુર અને ઢીલો બનાવી રહ્યો છે અને તે ખુબ જ અશાંત અને અધીર બનતો ગયો છે.

ક્યાંક આ જ કારણે વ્યક્તિ  ભીતર સંગ્રહાયેલી રચનાત્મક અને સર્જનાત્મક ઉર્જા ને કેટલાક અંશે અવગણી ને નકારાત્મક વિચારો નો શિકાર બની રહ્યો છે.

કારણકે હકારાત્મક અને સ્વસ્થ અભિગમ આ વિકટ પરિસ્થિતિ ના સમય માં પોતાના મન માં ઉતારવો અને ઉતાર્યા પછી એને ખરા અર્થ માં અપનાવવો એ થોડું અઘરું છે પણ અશક્ય બિલકુલ નથી.

પણ આ જ સમયે સંકટ સમય ની સાંકળ એટલે એક ખુબ જ યોગ્ય અને અતુલ્ય એવી ચિકિત્સા પદ્ધતિ એટલે કે હોમીઓપથી મદદ માં આવે છે.

કારણ કે દર્દીના કોઈ પણ પ્રકાર ના સાયકોલોજિકલ અને સાયકો સોમેટિક ડિસઓર્ડર્સ નું ચોક્કસ નિદાન દર્દી ને અને તેની બીમારી ને વ્યવ્યસ્થિત રીતે અને સંપૂર્ણ પણે, ઊંડાણ થી જાણી , સમજી ને કરાય છે. અને આ પ્રકાર ના કોઈ પણ કેસ માં અપાતી દવાઓ વ્યક્તિ ની બીમારી ને જડમુળ થી દૂર  કરવાની ઉચ્ચ ક્ષમતા ધરાવે છે અને એ પણ કોઈજ પ્રકાર ની સાઈડ ઈફેક્ટ વગર.

આ સમયે વ્યક્તિ એંકઝાયટી ડિસઓર્ડર, પેનિક ડિસઓર્ડર, અને સ્ટ્રેસ કે ડિપ્રેશન થી પીડાયી શકે છે. અને  જો આ  પૈકી કોઈ પણ બીમારી પેહલે થી  જ  હોય તો તે વધુ ને વધુ હેરાન અને પરેશાન બનતો જાય છે.

હોમીઓપેથીક ચિકિત્સા પદ્ધતિ આ તમામ પ્રકાર ની બીમારીઓ નું નિવારણ લાવવામાં અકસીર છે.

હોમીઓપથી શકય છે કે આ બીમારી નો ભય અને આ કપરો સમય કોઈ વ્યક્તિ ને માનસિક રીતે ખુબ નબળો અને નિષ્ક્રિય બનાવે.

હોમીઓપથી દવાઓ ની સાથે સાથે જો યોગ્ય વિચારસરણી રાખીએ તો શક્ય છે કે આ જ સમય કોઈ વ્યક્તિ માટે ખુબ ઉત્તમ અને ઉત્કૃષ્ટ બને.

આ સમય માં વિચારસરણી પર આધારિત માણસ નું મન એક લોલક ની  માફક સતત આંદોલિત કરતુ રેહવું એ શક્ય છે. પણ આ વિચાર ને કોઈ સરળ રીતે નિશ્ચિત દિશા તરફ લઇ જઈને એને યોગ્ય કાર્ય અને પ્રવૃત્તિ માં વાળીએ અને એ સમગ્ર પ્રવૃત્તિ અને તે પાછળ ગાળેલા સમય ને માણી એ અને એમાં ચિત્ત પરોવીએ, ઉર્જા ને વાચા આપીયે અને  ઉર્જા માં સાતત્ય પ્રસ્થાપિત કરીએ અને કોઈ પણ પ્રકાર ના નબળા વિચાર ને ત્યાંજ શૂન્ય કરી દઈએ.

આ માટે

  • નિયમિત વાંચન કરી શકાય
  • યોગ અને ધ્યાન માટે દરરોજ અચૂક સમય ફાળવી શકાય
  • બાકી રહી ગયેલા ઘરકામો ને પ્રાધાન્ય આપી એને પૂરું કરી શકાય
  • આજ ના સમય માં ઉપલબ્ધ અનેક મોબાઈલ એપ્લીકેશન્સ કે યોગ્ય અન્ય પ્લેટફોર્મ પર થી કશુક નવું શીખી શકાય

આવી અનેક પ્રવૃત્તીઓ થી આપણે લોકડાઉન ના સમય માં પણ જાત ને સ્ફુર્ત અને હકારાત્મક રાખી શકીએ.

 

Leave A Reply