વર્ષો જૂના એક્ઝીમા (ખરજવું) થી મુક્તિ- ડૉ. પાર્થ માંકડ

  • Home
  • Gujarati
  • વર્ષો જૂના એક્ઝીમા (ખરજવું) થી મુક્તિ- ડૉ. પાર્થ માંકડ

વર્ષો જૂના એક્ઝીમા (ખરજવું) થી મુક્તિ – જ્યારે હોમિયોપેથી અને કાઉન્સિલિંગએ મળીને એક દર્દી ને લાંબા ગાળાનો ફાયદો આપ્યો.

– ડૉ. પાર્થ માંકડ, હોમિયોપેથી અને માનસિક આરોગ્ય નિષ્ણાત

કોઈ પણ શારીરિક રોગ માત્ર શરીર સુધી મર્યાદિત રહેતો નથી – તે આપણા મન અને ભાવનાઓને પણ અસર કરે છે.

એકઝીમાની તકલીફ માત્ર ત્વચાની જ નહીં, પણ એ વ્યક્તિની આત્મસત્તા, માનસિક શાંતિ અને રોજિંદી જીવનની ખુશીઓને પણ ખતમ કરી શકે છે. હેતલબેન (નામ બદલ્યું) મારા ક્લિનિક (Dr. Mankads Homeoclinic, Ahmedabad) માં જ્યારે પહેલીવાર આવી, ત્યારે હું તેમને એક ત્વચા પીડિત વ્યક્તિ તરીકે નહીં, પણ એક તૂટેલા, હાર માની ગયેલા અને દુઃખી વ્યક્તિ તરીકે જોયા.

હેતલબેન છેલ્લા 7 વર્ષથી ગંભીર એક્ઝીમાથી પીડાતી હતી. શરૂઆતમાં ફક્ત પગ પર થતો લાલ ચાંદડો હમણાં સંપૂર્ણ શરીર પર ફેલાઈ ગયો હતો.

✔️ દિવસ-રાત્રિ ચાલતી અસહ્ય ખૂજલી
✔️ ખૂજવાતા ખૂજવાતા ચામડીમાંથી લોહી વહી જતું
✔️ ક્યારેક હાથ અને પગ એટલા ખરાબ થઈ જતા કે ચાલવામાં પણ તકલીફ થતી
✔️ સુંદર કપડાં પહેરી શકતી નહીં, કેમ કે ઉગ્ર ખૂજલી શરૂ થઈ જતી
✔️ લોકો પ્રશ્નો પૂછતા, તેનાથી હેતલબેન વધુ તણાવમાં આવી જતા

એલોપેથીમાં ક્રીમ, એન્ટિ-એલર્જીક દવાઓ, સ્ટીરોઇડ ઓઇન્ટમેન્ટ બધું જ અજમાવ્યું પણ જયારે દવા ચાલુ રાખે ત્યાં સુધી હળવું લાગે, અને બંધ કરતા જ ફરી એ જ હાલત.

હેતલબેનનો માનસિક સંઘર્ષ

“ડૉક્ટર, હવે મને સહન કરવાનું બળ પૂરું થઈ ગયું છે…”
આ વાત કહેતા-કેતા જ હેતલબેન રડી પડ્યા.

આમ તો હું ઘણા દર્દીઓને સાંભળતો હોઉં છે, અને કન્સલ્ટેશન દરમ્યાન રડવું પણ બિલકુલ રોજિંદી વાત છે પણ તેમની આંખોમાં જે નિરાશા અને દુઃખ એ દિવસે જોયું જોયું, એ ખરેખર ચિંતા જનક વળાંક પર હતું. એમની પરિસ્થિતિ ને ટુંકાણ માં લખું તો એમના માં નીચે મુજબ ના પ્રશ્નો હતા :

🌀 અવસાદ અને તણાવ: 7 વર્ષથી ચાલતી તકલીફે તેમને એટલો તણાવગ્રસ્ત બનાવી દીધા હતા કે તેઓ સામાન્ય જીવન જીવવાની આશા પણ ગુમાવી બેઠા હતા.
🌀 વર્તમાન પરિસ્થિતિથી ઉશ્કેરાટ: “મને માટે આ એક કઠોર સંસો બની ગયો છે, હું કોઈપણ સામાન્ય કામ કરી શકતી નથી.”
🌀 સામાજિક તકલીફ: “મારે લોકો સાથે મળવું-જલવું પણ પસંદ નથી, કારણ કે બધાને એક જ પ્રશ્ન હોય – ‘આ તારી ત્વચાને શું થયું?’”
🌀 સંવેદનશીલ સ્વભાવ: હેતલબેન પોતાના પરિવારની તમામ સમસ્યાઓ ખૂબ જ ઊંડે અનુભવતી હતી. જેના કારણે તેઓ વધુ ચિંતિત અને તણાવગ્રસ્ત રહેતી.
🌀 ઘરેલુ તણાવ અને નકામી લાગણી: “ક્યારેક મને લાગે છે કે હું માત્ર ઘરના માટે બોજ છું. મારા કારણે પરિવાર પણ પરેશાન રહે છે.”

“કેટલાંક દર્દીઓ જથ્થાબંધ દવાઓથી સુધરી જાય છે, પણ કેટલાક માટે શારિરિક તકલીફ કરતાં મોટી લડાઈ માનસિક હોય છે. હેતલબેન માટે, તેઓ એક્ઝીમાથી જેટલી પીડાતા હતા, એટલી જ તેઓ પોતાના દિલ અને દિમાગમાં એક નકારાત્મક જંગ લડી રહ્યા હતા.”

હોમિયોપેથી અને માનસિક સમજૂતી – Pulsatilla 200 નો કમાલ!

હેતલબેનની ત્વચા, લક્ષણો અને તેમની સંવેદનશીલ, ભાવનાત્મક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, મેં Pulsatilla 200 પસંદ કર્યું.

💊 Pulsatilla એ ખાસ કરીને એ દર્દીઓ માટે છે, જે ઓચિંતો રડી પડે, ઝડપથી તણાવ અનુભવે અને હંમેશા ભાવનાત્મક ઓથારની જરૂરિયાત અનુભવે.
💊 તે ત્વચા સમસ્યાઓમાં પણ અત્યંત અસરકારક છે, ખાસ કરીને જયારે લાલ ચાંદડા, જલન અને લોહી નીકળવાની તકલીફ હોય.

દવા ના અમુક ડોઝ આપ્યા ના 2 મહિનામાં જ આશ્ચર્યજનક સુધારો જોવા મળતા ફરી એક વાર હોમિયોપથી પર ની મારી અને દર્દી ની બંને ની શ્રદ્ધા બેવડાઈ.

📌 ખૂજલી 60% ઓછી થઈ ગઈ
📌 રાતે ઊંઘમાં હવે ખળભળાટ નહોતો
📌 ચામડીમાંથી લોહી નીકળવાનું બંધ થયું
📌 હેતલબેન હવે તણાવમાં ઓછી આવી ગઈ હતી

સૌથી મોટી બાબત?

તેઓ હવે ઓછું રડતા હતા… અને હસતા વધુ હતા!
8 મહિના પછી – 7 વર્ષ જૂના એક્ઝીમાનો અંત!

8 મહિના પછી, હેતલબેન ફરી એકવાર સ્વસ્થ અને આત્મવિશ્વાસથી ભરપૂર થઈ ગયા .

💖 એક્ઝીમા 90% ગાયબ થઈ ગયું
💖 કપડાં પહેરવા હવે બીક નહોતી
💖 તેમની ઉંઘની ગુણવત્તા સુધરી, જે પહેલાં ઘણી ખરાબ હતી
💖 તેમના માસિક ધર્મ (પિરિયડ્સ) પણ હવે નિયમિત થઈ ગયા
💖 પરિવાર સાથે વધુ ખુશ રહેવા લાગી

“હવે હું ફરી મારા પર વિશ્વાસ કરી શકું છું, ડૉક્ટર. હવે હું લોકોને કહી શકું છું કે હા, હું એકદમ ઠીક છું!”
હોમિયોપેથી એ માત્ર દવા નથી, તે તમારી સંપૂર્ણ સારવાર છે!

જો તમે પણ એકઝીમા કે ત્વચાની સમસ્યાઓ થી વર્ષોથી પરેશાન છો, તો હોમિયોપેથી આપને સંપૂર્ણ ઉકેલ આપી શકે છે!

💡 હોમિયોપેથી માત્ર લક્ષણો નહીં, પણ રોગની જડને નાબૂદ કરે છે.
💡 સાચા દવા અને યોગ્ય મનોવિજ્ઞાન સાથે દરેક રોગે હાર માની શકે છે!

📍 Dr. Mankads Homeoclinic, Ahmedabad – Best Homeopathy Doctor for Eczema
📞 તમારા ત્વચા માટે સંપૂર્ણ કુદરતી ઉકેલ મેળવવા આજે જ સંપર્ક કરો!
🔹 www.homeoeclinic.com

યાદ રહે હોમિયોપથી ડોક્ટર ની દવા અને કન્સલ્ટેશન એ જ એક સંપૂર્ણ સારવાર પદ્ધતિ છે.

 

Dr. Parth Mankad
Homeopathy Consultant,
Homeoeclinic

 

 

 

 

Leave A Reply

Contact us on WhatsApp