બાળરોગો અને હોમીઓપેથી

  • Home
  • Gujarati
  • બાળરોગો અને હોમીઓપેથી

ડો ગ્રીવા માંકડ

હોમીઓપેથી એ બાળકો માટે બિલકુલ બિન હાનિકારક, આડઅસર રહિત અને ઝડપી અસરકારક ચિકિત્સા પદ્ધતિ છે. ઉપરાંત દવાઓ સ્વાદે મીઠી હોવાથી બાળક હોંશે હોંશે એને સામેથી માંગે, જેથી ઓપીડીમાં આવતા દરેક બાળ દરદીને અમારે દવાઓ એની માંગણી મુજબ જથ્થાબંધ આપવી પડતી હોય છે. હોમીઓપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એને વારંવાર થતી કોઈ પણ સમસ્યા કે લાંબા ગાળાની સમસ્યા માટે નિશ્ચિંત થઇને આપી શકાય છે.

બાળકના તંદુરસ્ત વિકાસ માટે હોમીઓપેથી ચિકિત્સા પદ્ધતિનો ફાળો નિઃશંક અમૂલ્ય કહી શકાય. બાળકને રોગ ભલે સામાન્ય હોય કે જટિલ, પરંતુ રોગના ચિહ્ન કે રોગને મટાડવાની સાથે સાથે બાળકના ઓવરોલ્લ વિકાસનું ધ્યાન પણ હોમીઓપેથી ખૂબ સારી રીતે રાખે છે.

બાળકને સામાન્ય રીતે થતા રોગોને ૩ વિભાગમાં સમજી શકાય.

1. રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાને પરિણામે થતા ચેપી રોગો (diseases because of law immunity level in a child)

બાળકના જન્મ બાદ એનું પ્રતિકાર તંત્ર બાહ્ય પરિબળોના સતત સંસર્ગમાં આવ્યા કરતુ હોય છે. ચેપ જન્ય જંતુનો પ્રકોપ જો બાળકની પ્રતિકાર ક્ષમતાણે હાંફી શકાવે એવા હોય તો એ બાળકને એ જંતુનો ચેપ સહેલાઈથી લાગી જાય છે.

એમાં એ જો બાળકની પ્રતિકારકતા સામાન્ય કરતા થોડી ઓછી રહેતી હોય એવા બાળકોને બીજા બાળક કરતા થોડો જલદી ચેપ લાગી જાય છે. પરિણામ સ્વરૂપ વારંવાર શરદી ઉધરસ થવા, અસ્થમા કે બ્રોન્કાઈટીસ થવો, તાવ આવવો, ગળામાં ચેપ લગાવો કે કાકડા ફૂલવા, પેટમાં ચેપ લાગવો, ઝાડા થવા જેવી વારંવાર થતી સમસ્યાઓ માથું ઊંચકવા માંડે છે.

હવે આવા સંજોગોમાં બાળકને શરૂઆથી જ જો હોમિયોપેથીક દવાનો મીઠો સ્વાદ ચખાડી દીધો હોય તો સારવારની સારવાર ને મજાની મજા ! પછી આડ અસર જરા પણ નહિ એ પ્લસમાં…બાળકની રોગ પ્રતિકારકતા વારંવાર થતી તકલીફ સામે લડી લેવા સક્ષમ બની શકે અને પછી એ તકલીફો વારંવાર ન થાય એ બંને બાબત હોમીઓપેથીક સારવારમાં ખૂબ સારી રીતે આવરી લઇ શકાય છે.

2. સીમાચિહ્નરૂપ રોગો (diseases during milestone development)

એટલે એવા રોગ જે બાળકને નોર્મલ સીમાચિહ્ન જેવા કે દાંત આવવા, બોલવાનું શીખવું કે ચાલતા શીખવું એ સમયે થતી સમસ્યા. જેમકે દાંત આવવા સમયે ઝાડા થવા, બાળક અતિશય ચિડચિડું થઇ જવું, વારંવાર ચેપ લાગવો, તાવ આવી જવો કે દાંત ખૂબ મોડેથી આવવા.

બોલતા શીખવામાં સમય લાગવો કે અસ્પષ્ટ બોલવું, ચાલતા શીખવામાં સમય લાગવો. આ તમામ સમસ્યા માટે હોમીઓપેથીક દવાઓ ખૂબ ઝડપી અને અસરકારક નીવડે છે.

3. વર્તણૂક સંબંધી રોગો (behavioral problems)

બાળક નાની નાની વાતમાં ગુસ્સે થઇ જવું, ચીડચીડું થઇ જવું, અકારણ ડર લાગવો, ડર ઉપજાવનાર સપના આવવા, અપરિચિત લોકો સામે બોલી ન શકવું, બોલવામાં તોતડાવું, જીદ્દી થઇ જવું, હાઈપર થઇ જવું, વગેરે જેવી વર્તણૂક સંબંધી સમસ્યા બાળક જેમ જેમ મોટું થાય અને સમાજના સંસર્ગમાં આવે તેમ તેમ અમુક બાળકમાં જોવા મળતી હોય છે. હવે આ બધું જ જેમ બાળક મોટું થતું જાય તેમ તેનામાં ઘર કરતુ જાય, આવે સમયે માતા પિતાની સજાગતાની સાથે સાથે જો એ બાળકની સમસ્યાને ઊંડાણથી એક યોગ્ય હોમિઓપેથ દ્વારા સમજીને દવા અપાય તો બાળકમાં એ સમસ્યાનો મૂળથી જ નિકાલ કરી શકાય.

હોમીઓપેથીમાં ફક્ત બાળકોની જ સમસ્યાઓ માટે લગભગ ૩૦૦થી પણ વધૂ દવાઓ છે, જે બાળકને રૂબરૂ જ તપાસીને, એની તાસીરનો અભ્યાસ કરીને આપીએ છીએ. એ પૈકી અગાઉ જણાવેલ ત્રણેય પ્રકારની સમસ્યા માટે કેટલીક હોમીઓપેથીક દવાઓ જેમકે,

  • Aconite
  • Belladonna
  • Gelsemium
  • Nux Vomica
  • Chamomilla
  • Calcarea Phos
  • Ferrum Phos
  • Pulsatilla

તથા અન્ય કેટલીક દવાઓ ખૂબ અક્શીર છે. જેમાંથી અનુભવના આધારે નક્કી કરેલી એવી ૩૦ દવાઓ અમે દરદીને એક જ કીટ સ્વરૂપે આપતા હોઈએ છીએ(Homeo gems). જેથી એ કીટ સાથે હોય એટલે બાળકના માતા પિતા નિશ્ચિંત થઇ શકે.

“હોમીઓપેથીક ડોક્ટર હોય કે દવાઓ એ એક બાળક માટે તો મિત્ર સમાન છે. જ્યાં સુધી બાળકના સ્વાસ્થ્યનો સંબંધ છે ત્યારે એટલું ધ્યાન રખાય કે બાળકને એન્ટી બાયોટીક કે અન્ય કોઈ પણ નુકસાનકારક દવાઓને બદલે શરૂઆતથી જ હોમીઓપેથી દવા અપાય તો એનું સ્વાસ્થ્ય ખીલવી શકાય! ”

Leave A Reply