ફેટી લીવર: સમજવું, બચવું અને સુધારવું

  • Home
  • Gujarati
  • ફેટી લીવર: સમજવું, બચવું અને સુધારવું

“ફેટી લીવર: સમજવું, બચવું અને સુધારવું”

✍️ માર્ગદર્શન: ડૉ. પાર્થ માંકડ, MD (HOM),
હોમિયોપેથી ફિઝિશિયન અને હેલ્થ કોચ

મિત્રો,
આજના દોડધામના જીવનમાં આપણે આપણા શરીર માટે સમય જ નથી કાઢી શકતા. ખાસ કરીને એવા મિત્રો, જેમની નોકરી ઓફિસમાં, કમ્પ્યુટર સામે દિવસભર બેઠા રહીને કામ કરવાની હોય – એમના માટે તો આરોગ્યના પ્રશ્નો વધુ જ વધી જાય છે. આજે આપણે એવી જ એક સામાન્ય પણ ગંભીર સમસ્યા – ફેટી લીવર વિશે વાત કરીશું.

ફેટી લીવર એટલે શું?

લીવર એટલે આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ, જે ખોરાકને પચાવવામાં, શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં અને ઊર્જા જાળવવામાં મદદ કરે છે. જ્યારે લીવર કોષોમાં ચરબી વધુ જમા થવા લાગે, ત્યારે તેને “ફેટી લીવર” કહેવામાં આવે છે.
આ સમસ્યા શરુઆતમાં સામાન્ય લાગે, પણ સમયસર ધ્યાન ન આપીએ તો મોટી બીમારીઓનું કારણ બની શકે છે.

મુખ્ય કારણો

– સતત બેઠા રહીને કામ કરવું (sedentary lifestyle)
– બહારનું oily અને junk food વધારે ખાવું
– વ્યાયામનો અભાવ
– વધારે વજન અથવા મોટાપો
– ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ
– દારૂનું વધારે માત્રામાં સેવન

સામાન્ય લક્ષણો

– સતત થાક લાગવો, ઉદાસીનતા
– પેટમાં ભારપણ અથવા દુખાવો
– ભૂખ ન લાગવી, અપચો, ગેસ
-ક્યારેક ચામડીમાં ખંજવાળ, પિળિયા
ઘણા લોકોને તો શરૂઆતમાં કોઈ લક્ષણ જ જણાતાં નથી, એટલે સમયાંતરે ચેકઅપ કરાવવું પણ જરૂરી છે.

જીવનશૈલીમાં શું ફેરફાર કરવો?

શું કરવું (Do’s):

– રોજ સવારે અથવા સાંજે ઓછામાં ઓછું 30 મિનિટ brisk walk કરો
– તાજા શાકભાજી, ફળો, ફાઈબરયુક્ત અનાજ ખાવો
– પાણી પૂરતું પીવો, લીંબુ પાણી પણ લાભદાયક
– ઓમેગા-3 ફેટી એસિડ્સ (અખરોટ, ફલૈક્સસીડ) ઉમેરો
– ઊંઘ પૂરતી લો, તણાવથી દૂર રહો

શું ટાળવું (Don’ts):

– વધારે તળેલું, oily અને junk food
– વધુ શુગર, મીઠાઈઓ, soft drinks
– દારૂ અને ધૂમ્રપાન
– દવાઓનું દૂર્વ્યસન
– સતત બેઠા રહીને કામ – દર કલાકે થોડું ચાલવું, સ્ટ્રેચિંગ કરવું

જીવંત ઉદાહરણ:
રાજેશની કહાની – એક સોફ્ટવેર એન્જિનિયરનું પરિવર્તન

રાજેશ (નામ બદલાયું છે), ૩૫ વર્ષના, અમદાવાદની એક મોટી IT કંપનીમાં કામ કરતા. રોજ સવારે rush, ઓફિસ પહોંચવું, આખો દિવસ કમ્પ્યુટર સામે, પછી ઘરે આવીને થાકેલા – આવી જિંદગીમાં આરોગ્ય માટે સમય ક્યાં? થોડા મહિનાથી રાજેશને પેટમાં ભારપણ, અપચો, ગેસ અને ભૂખ ન લાગવાની ફરિયાદ રહેતી. ચેકઅપ કરાવ્યું તો ફેટી લીવર ગ્રેડ ૨ ડિટેક્ટ થયું.
એમણે ખૂબ ચિંતિત થઈ મને મળ્યા. મેં એમને સમજાવ્યું કે “આ સ્થિતિ સુધારી શકાય છે, બસ થોડો સંકલ્પ અને નિયમિતતા જોઈએ.”

સારવાર:
– હોમિયોપેથીમાં એમને Lycopodium 200 પાવરમાં દવા આપી
– રોજ ચાલવાનું, હેલ્ધી ડાયેટ, junk food બંધ – આવા સરળ ફેરફાર સૂચવ્યા

પરિણામ:
માત્ર ૪ મહિના પછી, રાજેશનું ફેટી લીવર બહુ ઓછું થયું. ગેસ, અપચો, થાક – બધું જ સુધરી ગયું. આજે રાજેશ energetic, confident અને ખુશ છે.

હોમિયોપેથી દવાઓ – કુદરતી સહાય

-Chionanthus:લીવર સોજો, થાક, ભૂખ ન લાગવી
Chelidonium Majus: જાંદીસ, લીવર દુખાવો, પેટમાં ભારપણ
Cardus Marianus: લીવર ફંક્શન સુધારવા
Lycopodium: પેટ ફૂલવું, ગેસ, અપચો
Kalmegh: લીવર ડિટોક્સ માટે

મહત્વપૂર્ણ:
દરેક દર્દી માટે દવા અલગ હોઈ શકે છે. હોમિયોપેથીમાં વ્યક્તિગત લક્ષણો અને શરીરપ્રકૃતિ મુજબ દવા પસંદ થાય છે. તેથી નિષ્ણાતની સલાહ વગર દવા ન લો.

## અંતમાં – મારી સલાહ

મિત્રો,
આપણે નોકરી, પરિવાર, જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણા શરીર માટે સમય જ નથી કાઢતા. પણ યાદ રાખો – આરોગ્ય જ સાચું સંપત્તિ છે. ફેટી લીવર જેવી સમસ્યા પણ યોગ્ય સમય પર ધ્યાન આપીએ તો સંપૂર્ણપણે સુધારી શકાય છે.

– રોજ થોડો સમય પોતાના માટે કાઢો
– આરોગ્યપ્રદ ખોરાક, નિયમિત વ્યાયામ અને હોમિયોપેથી જેવી કુદરતી સારવાર અપનાવો

તમારા લીવરનું રક્ષણ કરો, સ્વસ્થ અને ખુશ જીવન જીવો!

ડૉ. પાર્થ માંકડ, MD (HOM)
હોમિયોપેથી ફિઝિશિયન અને હેલ્થ કોચ
🌐 www.homeoeclinic.com

 

Dr. Parth Mankad
Homeopathy Consultant,
Homeoeclinic

 

 

 

 

Leave A Reply

Contact us on WhatsApp